Shivangee R Khabri Media Gujarat
- કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે ફાઇનલ પ્રેઝન્ટેશન સ્ટેડિયમ માં
- મેચ બાદ બંને ટીમને મળી આપશે શુભકામનાઓ
અમદાવાદઃ
AMTS, BRTSની વધારાની બસો દોડાવાશે
વર્લ્ડકપની ફાઈનલ મેચને લઈ દોડાવાશે વધારાની બસો
AMTSની 119 અને BRTSની 91 વધારાની બસો દોડાવાશે
સ્ટેડિયમના રૂટ પર રાત્રે 1 વાગ્યા સુધી બસ સેવા ચાલુ રહેશે
મુસાફરોએ 20 રૂપિયાની ટિકિટ લેવાની રહેશે
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ફાઇનલ: વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં એક લાખ 32 હજાર લોકોનું ભરપૂર મનોરંજન કરવામાં આવશે. પ્રખ્યાત ગાયક પ્રીતમ તેમની 500 ગાયકો અને નૃત્યકારોની ટીમ સાથે શાનદાર પરફોર્મન્સ આપશે.
વિશ્વ કપ ફાઇનલ સમારોહમાં પ્રેક્ષકોનું મનોરંજન કરવા લોકપ્રિય ગાયક પ્રીતમ તેની 500 ગાયકો અને નર્તકોની ટીમ સાથે થીમ પાર્ટીમાં પરફોર્મ કરશે. બીજી ઈનિંગના ડ્રિંક બ્રેક માટે રાત્રે 8:30 કલાકે 90 સેકન્ડ માટે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવશે.
ચેમ્પિયન્સની પરેડ થશે 15 મિનિટનું આ પ્રદર્શન રવિવારે સાંજે 5:30 કલાકે થશે. આ દિવસે એક ઐતિહાસિક ઘટના બનશે. વિશ્વ કપની ફાઇનલ મેચના દિવસે પ્રથમ વખત વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનનું સન્માન કરવામાં આવશે. આ તમામ કેપ્ટનોનું બીસીસીઆઈ દ્વારા સ્ટેડિયમમાં સન્માન કરવામાં આવશે.
દરેક વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન BCCI/STAR નિયુક્ત એન્કર સાથે વાતચીતમાં તેમની વર્લ્ડ કપ જીતનું વર્ણન કરશે.આ તમામ ભૂતપૂર્વ કેપ્ટનોને BCCI દ્વારા સન્માનિત કરવામાં આવશે અને તેમને ખાસ CWC 2023 બ્લેઝર ભેટમાં આપવામાં આવશે.