જો તમે પણ રેટિંગ જોઈને ઑનલાઈન શોપિંગ કરતા હોય તો સવધાન…!

ખબરી ગુજરાત બિઝનેસ
Spread the love

Jagdish, Khabri Media Gujarat

અત્યારના સમયમાં લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ બજારમાં જઈને ખરીદી કરવાનો સમય પણ કાઢી શકતા નથી. જેને લઈને ઑનલાઈન શોપિંગ એપ (Online Shoping App) ને જોરદાર ફાયદો થઈ રહ્યો છે અને ગ્રાહકને નુકસાન. ઘણાં લોકો ઑનલાઈન શોપિંગ (Online Shoping) કરતી વખતે પ્રોડક્ટ્સના રેટિંગ (Product Rating) ચેક કરતા હોય છે. જો તમે પણ પ્રોડક્ટના રેટિંગ (Product Rating) જોઈને ખરીદી કરતા હોય તો તમારે ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

આ પણ વાંચો : ખેડૂતો સાચવજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી

PIC – Social Media

ઑનલાઈન શોપિંગ કરનાર લોકોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. મોટાભાગના લોકો એવા છે કે જેઓ આખો દિવસ ઓફિસમાં હોય છે અને માર્કેટમાં ખરીદી કરવા જઈ શકતા નથી. એવામાં લોકો પોતાનો સમય બચાવવા ઑનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. જો કે તેઓ ખરીદી વખતે પ્રોડક્ટનું રેટિંગ ચેક કરે છે જે સારી બાબત છે. પણ શું તમે જાણો છો કે રેટિંગ જોઈને ખરીદી કરવાની આદતને લીધે તમને ભારે નુકશાન થઈ શકે છે. આપને જાણીને નવાઈ લાગશે કે, જે રિવ્યુ રેટિંગ તમે જુઓ છો તે ફેક પણ હોય શકે છે.

અત્યારના સમયમાં સ્કેમના ઘણાં કેસો સામે આવી રહ્યાં છે. જેમાં ઈ-કોમર્સ કંપનીઓ ખરાબ અથવા નકલી પ્રોડક્ટને ખોટા રેટિંગ આપી વેચી રહ્યું છે. જ્યારે સમાનની ડિલવરી થાય છે ત્યારે તેની હકીકત સામે આવે છે.

આ પણ વાંચો : AI Voice Scam: કેવી રીતે બચવું આ સ્કેમ થી?

PIC – Social Media

આ રીતે આપવામાં આવે છે ફેક રિવ્યુ

આપને જણાવી દઈએ, કે ઈ કોમર્સ પ્લેટફોર્મ પર કોઈપણ પ્રોડક્ટના રિવ્યુ માટે તમારે પ્રોડક્ટ ખરીદવી જરૂરી છે. એવામાં સેલર્સ ફેક રિવ્યુ લખનાર યુઝર્સને પ્રોડક્ટ ખરીદવા બદલ કેશબેક કે ગિફ્ટ આઈટમ ઓફર કરે છે. જેને ગ્રાહકો ફ્રીના ચક્કરમાં ખરીદી લે છે અને બદલામાં ફેક રિવ્યુ લખી દે છે. ફેક રિવ્યુ આપવા માટે આવા યુઝર્સને પૈસા આપવામાં આવે છે. સેલર્સ એક સાથે 100-200 પ્રોડક્ટ વેચે છે તો એવામાં ફેક રિવ્યુ હોવાની શક્યતાઓ વધી જાય છે.

ફેક રિવ્યુ ચેક કરવા માટેની વેબસાઇટ

Fakespot.com
Reviewmeta.com

પ્રોડક્ટની સાચી કિંમત અહીં જાણો

Keepa.com
Pricehistory.com
camelcamelcamel.com

ઉપરની વેબસાઈટ્સ પર જઈ તમે પ્રોડક્ટનું વેરિફિકેશન કરી શકો છો. સાથે જ આ પ્લેટફોર્મ પર તમે પ્રોડક્ટની સાચી કિંમત પણ જાણી શકો છો.