Jagdish, Khabri Media Gujarat
ICMR Study : ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે, કે કોવિડ 19 વેક્સિનેશન (Corona Vaccine) ના કારણે યુવાઓનું હાર્ટએટેક (Heart Attack)થી મોત થતુ નથી. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે, કે એવા ઘણાં ફેક્ટર છે કે જેના લીધી અકાળે મોતની સંભાવનાઓ વધી છે. કોરોનાને લીધે લાંબો સમય હોસ્પિટલમાં દાખલ રહેવું. હાર્ટહેટકથી મોતની ફેમેલી હિસ્ટ્રી તેમજ જીવનશૈલીમાં બદલાવ જેમ કે મહેનતવાળું કામ કરવું અને વધુ પડતું દારુ-સિગારેટનું સેવન કરવું જેવા ફેક્ટર સામે આવ્યા છે.
આ પણ વાંચો : Vibrant Gujarat : ગુજરાતમાં યોજાશે પ્રિ- વાયબ્રન્ટ ટેક્ષટાઈલ સમિટ
આ અભ્યાસમાં ભારતમાંથી 18 થી 45 વર્ષના ઉંમરના 47 લોકોનો સમાવેશ કરાયો હતો. આ તમામના મોત 2021ના 31 માર્ચથી 2023 વચ્ચે થયાં હતા. જેના મોતનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નહોતું. અભ્યાસમાં સામે આવ્યું છે, કે કોરોના વેક્સિનેશનને કારણે.યુવાઓનું સડન ડેથ નથી થયું.
અભ્યાસ દરમિયાન 729 મોતના કેસ તપાસવામાં આવ્યાં અને તેમાં ગંભીર કોવિડ થયો હતો અને બચી ગયા હતા તેવા લોકોનો પણ સમાવેશ કરાયો હતો. જેમાં આ તમામ લોકોની મેડિકલ હિસ્ટ્રી, ધુમ્રપાન, દારુનુ સેવન તેમજ વધુ પડતી શારીરિક મહેનત, શું તેઓ કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તેઓનુ રસીકરણ થયું હતુ? આ તમામ ફેક્ટર ચકાસવામાં આવ્યાં હતા. અભ્યાસમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે વેક્સિનેશનથી ભારતમાં યુવાનના અકાળે મોતનો ખતરો નથી વધ્યો. પરંતું યુવાનોમાં અકાળે મોતનો ખતરો ઓછો થયો છે.
આ પણ વાંચો : PM મોદીએ જાડેજાને કહ્યું – “કાં બાપુ… ઢીલો ન પડતો”
કેટલાક દિવસો પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અભ્યાસનો હવાલો આપતા લોકોને સાવચેત કર્યાં હતા, કે જેઓને સર્વાઈવલ કોરોના થયો હોય તેઓએ એક કે બે વર્ષ સુધી વધુ પડતી મહેનત કરવાથી બચવું જોઈએ. નિષ્ણાંતોનું પણ કહેવું છે કે કોરોનાથી સાજા થયેલા દર્દીઓએ ડોક્ટરની સલાહ પછી જ કસરત કરવી જોઈએ.
ભારતમાં યુવાનોના અકાળે મોતના કેસોમાં થઈ રહેલા વધારાને કારણે આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. ભારતમાં ઝડપથી થતા મોતે લીધે લોકોના મનમાં એવો ભય પેદા કર્યો હતો, કે ક્યાંક આ તમામ મોત કોવિડ 19 ઈન્ફેક્શન કે કોવિડ વેક્સિનેશનથી તો નથી થતા ને?