Weather Update : ગુજરાતમાં હાલ શિયાળો ફૂલ બહારમાં છે. રાજ્યમાં અમુક વિસ્તારોમાં ભારે ઠંડી પડી રહી છે તો ઘણાં વિસ્તારોમાં તાપમાનના પારામાં વધ ઘટ જોવા મળી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈ આગાહી કરી છે…
આ પણ વાંચો : 14 December : જાણો, આજનો ઈતિહાસ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઉત્તર ભાગના વિસ્તારો અને ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની સંભાવનાને પગલે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. સાથે જ ગુજરાતમાં ઠંડીમાં વધારો થવા અંગે પણ હવામાન નિષ્ણાંતે અનુમાન વ્યક્ત કર્યું હતુ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તારીખ 14થી 18 ડિસેમ્બર એટલે કે આજથી ચાર દિવસ માવઠુ પડી શકે છે. ગુજરાતની સાથે ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં પણ કમોસમી વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સાથે જ તેઓએ જાન્યુઆરીની શરૂઆતમાં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું અનુમાન વ્યક્ત કર્યું હતુ. જેના કારણે ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવશે. તેની સાથે જ ભારે ઠંડી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ અનુસાર દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમ વર્ષા ન થવાથી. ઉત્તરના ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચતા નથી. જેના કારણે ગુજરાતમાં ઠંડી ઓછી પડી રહી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
બીજી બાજુ અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યું હતુ કે ગુજરાતમાં આગામી પાંચ દિવસે વરસાદની કોઈ સંભાવના નથી. તેમજ હવામાનમાં કોઈ ફેરફાર થશે નહિ. જ્યારે કેટલાક વિસ્તારોમાં રાત્રે એક થી બે ડિગ્રી તાપમાન વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.