છેલ્લા કેટલાક દિવસોથી ચીનમાં જોવા મળેલા નવા રહસ્યમય વાઇરસના પરિણામે શ્વસન (ફેફ્સાને લગતા) રોગના દર્દીઓની સંખ્યામાં અનેકગણો વધારો જોવા મળી રહ્યો છે. આ રોગના વાઇરસનો સરહદ પાર પ્રસાર થાય તે પૂર્વે ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયેલ છે. અને વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક કક્ષાએ આરોગ્યલક્ષી સેવાની સમીક્ષા હાથ ધરવામાં આવી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
રાજકોટ જિલ્લામાં પણ કલેકટર પ્રભવ જોશી દ્વારા હોસ્પિટલોમાં ઉપલબ્ધ વ્યવસ્થા અંગે સમીક્ષા હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. કલકેટરના માર્ગદર્શન હેઠળ ધોરાજી પ્રાંત અધિકારી અંકિત પટેલે સ્થાનિક સિવિલ હોસ્પિટલની સમીક્ષાર્થે આજરોજ મુલાકાત કરી હતી.
ધોરાજી પ્રાંત અધિકારી અંકિત પટેલે હોસ્પિટલ ખાતે વિવિધ વિભાગોની મુલાકાત દરમ્યાન હોસ્પિટલ સ્થિત ઓક્સિજન પ્લાન્ટની પણ મુલાકાત કરેલી હતી. અને પ્લાન્ટમાં ઓક્સિજન વાલ્વને નિયંત્રણ કરતા ટાઇમર ઓટોમાઇઝેશનમાં ખરાબી ધ્યાને આવતા તેને રીપેર કરવા અંગે તુર્ત જ કંપનીને જાણ કરવામાં આવી હતી. જે આગામી એક સપ્તાહમાં દૂર કરાશે તેમ પ્રાંત અધિકારી પટેલે જણાવ્યું છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
હોસ્પિટલમાં હાલ ઓક્સિજનના 30 સિલિન્ડર ઉપલબ્ધ છે. વર્તમાન સ્થિતિમાં કોઈ દર્દીને ઓક્સિજનની જરૂર પડે તો પણ આ સિલિન્ડર પર્યાપ્ત માત્રામાં હોવાનું સિવિલ સુપ્રિટેન્ડન્ટશ્રીએ જણાવ્યું છે.
આ પણ વાંચો: રાજકોટમાં NCC એસોસિયેટ ઓફિસરોની રાજકુમાર કોલેજ ખાતે મંત્રણા બેઠક યોજાઈ
આગામી સમયમાં ચીન દ્વારા સંક્રમિત શ્વસન રોગની અસર સ્થાનિક કક્ષાએ જોવા મળે તો પણ દર્દીઓને તવરિત સારવાર મળી રહે તે પ્રકારે હોસ્પિટલ ખાતે તમામ પ્રકારની આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું છે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.