Corona Update : ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Jagdish, Khabri Gujarat, Ahmedabad : Corona Update :

ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. છેલ્લા પાંચ મહિનાઓથી ગુજરાતમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો, પરંતું ફરીવાર ગુજરાતમાં કોરોના કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. નવસારીમાં રૂમલામાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને વડસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો છે.

પાંચ મહિના બાદ આવ્યો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ

PIC – Social Media

મળતી માહિતી અનુસાર નવસારીના રૂમલાના એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને લઈ દર્દીને સારવાર માટે પ્રથમ વલસાડની કસ્તુરબા હોસ્પિટલ અને ત્યાર બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો. વલસાડ સિવિલ હોસ્પિટલમાં પાંચ મહિના બાદ કોરોના પોઝિટિવ કેસ આવતાં વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.

આ પણ વાંચો : છેલાજી રે… મારી હાટું રાજકોટી પટોળા સોંઘા લાવજો

વાયરલ ઈન્ફેક્શને માજા મૂકી

બીજી બાજુ ગુજરાતમાં વાતાવરણમાં આવતા બદલાવને લીધે અન્ય જિલ્લાઓમાં પણ રોગચાળો વકર્યો છે. સવારે ઠંડી અને બપોરે ભારે ગરમીના આમ બેવડી ઋતુના અનુભવથી વાયરલ તાવના દર્દીઓમાં વધારો થયો છે. રાજકોટમાં એક અઠવાડિયામાં શહેરની સરકારી હોસ્પિટલોમાં નોંધાયેલા રોગચાળાના આંકડા પર નજર કરીએ તો ડેન્ગ્યૂના ના 9, ચિકનગુનિયાના 8, શરદી-ઉધરસના 822 અને ઝાડા ઉલટીના 180 કેસ નોંધાયા છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

ગુજરાતમાં હાર્ટ એટેકનો ગ્રાફ વધ્યો

PIC – Social Media

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી યુવાનોમાં હાર્ટએટેકથી મોતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં હાર્ટ અટેકના કેસમાં 28 ટકાનો વધારો થયો છે. વર્ષ 2022ની સરખામણીમાં અમદાવાદમાં 30 ટકા હાર્ટ અટેકના કિસ્સામાં વધારો થયો છે. નવરાત્રિ સમયે આશરે 24 લોકોએ હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યો હતો. અમદાવાદની યુએન મહેતા ઈન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજીમાં વર્ષ 2021માં દરરોજ સરેરાશ 712, 2022માં 871 હાર્ટની બીમારીના કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ 2023માં દરોજના સરેરાશ 950થી વધુ હાર્ટની બિમારીના કેસ નોંધાયા છે. છેલ્લા 15 દિવસમાં રાજ્યમાં હાર્ટ અટેકના કારણે 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં પણ યુવાઓનું હાર્ટ અટેકના કારણે મોત થયાની ઘટનાઓ વધી છે. વધતા જતા કેસને લઈ સરકારે તપાસ કરવી જોઈએ તેવી અમદાવાદ મેડિકલ એસોસિએશને માંગ કરી હતી.

આ પણ વાંચો : સ્ટોરી વાંચી ને તમે પણ કહેશો ખુરશીને બાય બાય!

હાર્ટએટકનો સિલસિલો એટલો વધ્યો કે હેલ્થ મિનિસ્ટર મનસુખ માંડવીયાએ પણ નોંધ લીધી. અને કોરોનાને હાર્ટએટેક આવવા માટેનું મુખ્ય કારણ ગણાવ્યું. સાથે સાથે કોરોનાના દર્દીઓને એક બે વર્ષ ભારે કામ કે મહેનતથી બચવાની સલાહ પણ આપી હતી.