Dinesh Rathod, Gujarat, Khabri media
World Cup: વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 3 વિકેટે હરાવીને ફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. હવે ઓસ્ટ્રેલિયાનો મહાસંગ્રામ ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં પહોંચેલી યજમાન Team India સાથે થશે.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.
કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ભારત દ્વારા યજમાન પદે રમાઈ રહેલ બીજી સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાના (South Africa) કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરો જોશ હેઝલવુડ અને મિચેલ સ્ટાર્કે સંપૂર્ણ રીતે ખોટો સાબિત કર્યો હતો અને દક્ષિણ આફ્રિકાના 24 રનમાં 4 પ્રારંભિક વિકેટ પા ડીને બેકફૂટ પર લાવી દીધું હતું.
જો કે આ પછી ડેવિડ મિલર 101 રન અને હેનરિક ક્લાસેન 47 રનની ઇનિંગ્સને સંભાળવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો, પરંતુ ટીમને મોટા સ્કોર સુધી લઈ જવામાં નિષ્ફળ રહ્યા હતા અને આખી ટીમ 212 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે 3-3 જ્યારે જોશ હેઝલવુડ અને ટ્રેવિસ હેડને 2-2 વિકેટ મળી હતી.
213 રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખૂબ જ સારી રહી હતી. અને ઓપનર બેટ્સમેન ટ્રેવિસ હેડે 48 બોલમાં 62 રન બનાવ્યા હતા અને ડેવિડ વોર્નરે 18 બોલમાં 29 રનની ઝડપી ઇનિંગ રમી હતી. અને 6 ઓવરમાં 60 રન જોડ્યા હતા.
આ પણ વાંચો: World Cupની અસર, અમદાવાદમાં હોટલના ભાડામાં અધધધ વધારો
પરંતુ આ પછી ઓસ્ટ્રેલિયન ટીમની વિકેટો પણ સમયાંતરે પડતી રહી અને એક સમય એવો આવ્યો જ્યારે એવું લાગતું હતું કે ટીમ મેચ હારી જશે પરંતુ સ્ટીવ સ્મિથની 30 રનની ટૂંકી પરંતુ મહત્વની ઈનિંગ અને જોશ ઈંગ્લિસની 28 રનની ટૂંકી પરંતુ મહત્વની ઈનિંગ. ઓસ્ટ્રેલિયાને અંતમાં 3 વિકેટે જીત અપાવીને ફાઈનલની ટિકિટ મેળવી આપી.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.