Gondal News: ગોંડલની ગોંડલી નદી પરના રાજાશાહી વખતના (1) સરકારી હોસ્પિટલ તરફ જવા માટે સેન્ટ્રલ ટોકિઝ તરફથી જતો પુલ તથા (2) સ્મશાનથી મોવિયા-આટકોટ તરફ જતો પુલ 100 વર્ષ જેટલા જુના હોવાથી જર્જરિત થઈ જતાં, રાજકોટના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચરે એક જાહેરનામા મારફતે આ બંને બ્રિજ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવી છે. આ સાથે ડાઇવર્ઝન જારી કરાયું છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે, ઉપરના બંને બ્રિજ પર ભાવનગર, આટકોટ, કોટડાસાંગાણી, મોવિયા, વાસાવડ, જામકંડોરણા, જેતપુર, જૂનાગઢ તરફના ભારે વાહનોની અવરજવર બંધ કરીને, આ વાહનોને નેશનલ હાઇવે નંબર-27, ગોંડલથી સુરેશ્વર ચોકડી (કોટડાસાંગાણી રોડ) સુધી ડાઇવર્ટ કરવામાં આવ્યા છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.
આ પણ વાંચો: ગરબાને વૈશ્વિક સન્માન મળતાં ગુજરાત સરકારની ભવ્ય ઉજવણી