25 હજારથી ઓછા બજેટમાં મેળવો આ શાનદાર ફોન

ખબરી ગુજરાત બિઝનેસ
Spread the love

25 thousand budget Smart Phone : દેશ દુનિયામાં રોજ અવનવા સ્માર્ટફોન (Smart Phone) લોન્ચ થતા રહે છે. ત્યારે જો તમે પણ કોઈ લેટેસ્ટ ફોનની ખરીદી કરવા ઈચ્છતા હોય અને તમારુ બજેટ 25 હજાર રૂપિયા (25 thousand budget) સુધીનું છે, તો અમે આજે તમને એવા લેટેસ્ટ ફોન વિશે જણાવીશું જે પોતાના સેગમેન્ટમાં શાનદાર ફિચર્સ સાથે આવે છે. આમ તો 25 હજાર રૂપિયામાં આવતા ફોન મિડરેન્જ હોય છે પણ છતા અલ્ટ્રા પ્રિમિયમ ફિચર્સ સાથે આવતા આ સ્માર્ટફોન તમને શાનદાર અનુભવ કરાવશે.

આ પણ વાંચો : ચીનમાં રહસ્યમયી બિમારીને લઈ ભારતના ડોક્ટર્સે આપી ખાસ સલાહ

PIC – Social Media

Motorola Edge 40 Neo

Motorola Edge 40 Neoઆ સ્માર્ટ ફોન બજેટ રેન્જમાં જોરદાર ફિચર્સ સાથે આવે છે. આ ફોનમાં MediaTek Dimensity 7030નું પ્રોસેસર આપવામાં આવ્યું, સાથે જ 8GB RAM, ડ્યુઅલ કેમેરા સેટઅપ જેમાં 50MP + 13MP આપવામાં આવ્યું છે. જ્યારે સેલ્ફી માટે 32MPનો કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઈસને ચાર્જ કરવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે. તેમજ 6.55 ઈંચની P-OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, 144 Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. Motorola Edge 40 Neoની કિંમત 22,999 રૂપિયા રાખવામાં આવી છે.

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

PIC – Social Media

VIVO T2 Pro

આ સ્માર્ટ ફોન 25 હજારના બજેટ રેન્જમાં જોરાદાર ફિચર્સ સાથે આવે છે. vivo T2 Proમાં MediaTek Dimensity 7200નું પ્રોસેસર આપવામાં આવ્યું, ફોનમાં મલ્ટિ ટાસ્કિંગ વર્કને સ્મુથ કરવા 8GB RAM, આ સ્માર્ટફોનમાં 64MP + 2MP ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જ્યારે સેલ્ફી માટે 16MPનો કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઈસને ચાર્જ કરવા માટે 4600mAhની બેટરી આપવામાં આવી છે. તેમજ 6.78 ઈંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120 Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. vivo T2 Proની કિંમત 23,999 રૂપિયા રાખવામાં આવી છે.

આ પણ વાંચો : Telangana Election 2023: ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ શા માટે કહ્યું, બાય-બાય KCR

PIC – Social Media

iQOO Z7 Pro

25 હજારના બજેટ રેન્જમાં જો તમારે પાવરપેક સ્માર્ટ ફોન ઈચ્છતા હોય તો iQOO Z7 Pro તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 7200નું પ્રોસેસર આપવામાં આવ્યું, ફોનમાં મલ્ટિ ટાસ્કિંગ વર્કને સ્મુથ કરવા 8GB RAM, આ સ્માર્ટફોનમાં 64MP + 2MP ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જ્યારે સેલ્ફી માટે 16MPનો કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઈસને ચાર્જ કરવા માટે 4600mAhની બેટરી આપવામાં આવી છે. તેમજ 6.78 ઈંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120 Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. iQOO Z7 Proની કિંમત 23,999 રૂપિયા રાખવામાં આવી છે.