તુંવર મુજાહિદ; અમદાવાદ:
ગુજરાત હાઈકોર્ટે મધ્યરાત્રિ પછી નવરાત્રિ ઉત્સવોને મંજૂરી આપવા માટે પોલીસ સત્તાવાળાઓને રાજ્યના ગૃહ પ્રધાનની મૌખિક સૂચનાઓ સામે બુધવારે સવારે એક નાગરિક દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયાધીશોએ ફરિયાદીને એફઆઈઆર દાખલ કરવા અથવા અવાજ પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટના આદેશના કોઈપણ ઉલ્લંઘનની જાણ કરવા માટે પોલીસ કંટ્રોલ રૂમને કૉલ કરવા જણાવ્યું હતું.
ફરિયાદીએ ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ખંડપીઠ સમક્ષ રજૂઆત કરી હતી કે ગરબા આયોજકો અનુમતિપાત્ર સમય મર્યાદાની બહાર ગરબા ઈવેન્ટ દરમિયાન મોટેથી સંગીત વગાડીને સર્વોચ્ચ અદાલતના નિર્દેશોનું ઉલ્લંઘન કરે છે.
આ પણ વાંચો- રવિ પાકોનું વાવેતર શરુ થાય તે પહેલા જ સરકારે જાહેર કર્યા ટેકાના ભાવ
જણાવી દઇએ કે, રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મંગળવારે પોલીસ વિભાગને મધ્યરાત્રિ પછી તહેવારોની પરવાનગી આપવા માટે મૌખિક સૂચના આપી હતી. આ બાબતે ફરિયાદીએ હાઇકોર્ટને કહ્યું કે “આ કોર્ટનું તિરસ્કાર છે,” .
ફરિયાદીએ જણાવ્યું હતું કે રિવરફ્રન્ટ પર ગરબાનો કાર્યક્રમ મધરાત પછી પણ ચાલુ રહ્યો હતો. CJએ તેમને ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા કહ્યું કે, “મધ્યરાત પછી સંગીત ન વગાડવાની સૂચનાઓ છે. ઉલ્લંઘન કરનારા સામાન્ય લોકો છે. તમે સતર્ક છો. જાઓ અને 100 નંબર (પોલીસ કંટ્રોલ રૂમ) પર કૉલ કરીને ફરિયાદ કરો.”
CJ એ ફરિયાદીને કહ્યું અને સૂચવ્યું કે તમારે જાહેર ઉપદ્રવ માટે આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી જોઈએ. ફરિયાદીએ ન્યાયાધીશોનું ધ્યાન કોર્ટરૂમમાં લખેલા મેક્સિમ તરફ દોર્યું અને તેને ઉંચા અવાજે વાંચીને સંભળાવ્યું હતું, જે કંઇક આવી રીતે હતું- “કાયદો રાજાઓનો રાજા છે. કાયદાથી વધુ શક્તિશાળી કંઈ નથી જેની સહાયથી નબળા પણ મજબૂત પર જીત મેળવી શકે”.
આ પણ વાંચો- માં અંબાની આરતી કરીને દાદાએ માણી ગરબાની મજા; જૂઓ ફોટો