Jagdish, Khabri Media Gujarat
UP Student Rape Case : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં એક જઘન્ય ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ફતેહપુર (Fatehpur) માં કોચિંગ શિક્ષકે (Teacher) સગીરાનું શારિરીક શોષણ કરી તેનો વિડિયો ઉતારી લીધો હતો. ત્યાર બાદ વિડિયો વાયરલ કરવાની ધમકી આપી દોઢ મહિના સુધી સગીરા પર દુષ્કર્મ (Rape) આચર્યુ હતું. શિક્ષકની આ જઘન્ય હરકતથી વિદ્યાર્થિનીએ ક્લાસિસમાં જવાનું બંધ કરી દીધુ હતુ. જ્યારે સગીરાની માતાએ આ વિશે પૂછપરછ કરી તો વિદ્યાર્થિનીએ પોતાની આપવિતી જણાવી હતી. હાલ આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
આ પણ વાંચો : IRCTCની સાઇટ રહી ત્રણ કલાક સુધી ઠપ્પ, ફરી શરૂ થઈ E-ticket બુકિંગ
મળતી માહિતી અનુસાર, ફતેહપુરના ગાજીપુર પોલીસ સ્ટેશન હદમાં 14 વર્ષની સગીરા હાઈસ્કુલમાં અભ્યાસ કરે છે. તે અહીં પંકજસિંહ નામના શિક્ષક પાસે ક્લાસિસમાં અભ્યાસ માટે આવતી હતી. એક દિવસ તમામ બાળકોને રજા આપી શિક્ષકે સગીરાને રોકી લીધી હતી અને તેનું શારિરીક શોષણ કર્યું હતુ. એટલું જ નહિ આ ઘટનાનો વિડિયો પણ ઉતારી લીધો હતો. વિડિયો વાયરલ કરવાની ધમી આપી અવારનવાર વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરતો હતો. શિક્ષકે દોઢ મહિના સુધી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
આ પણ વાંચો : આ તારીખ દરમિયાન રાજ્યમાં તીવ્ર માવઠાની આગાહી
શિક્ષકની હેવાનિયતથી ભયભીત થયેલી સગીરાએ સ્કુલ અને ક્લાસિસમાં જવાનું બંધ કરી દીધુ. તેને લઈ માતાને આ અંગે શંકા જતા સગીરાની પુછપરછ કરી હતી. ત્યાર બાદ સગીરાએ આખી આપવિતિ પોતાની માતાને કહી સંભળાવી હતી. સગીરાએ પોતાની આપવિતી જણાવતા માતા પિતાના ચોંકી ગયા હતા. તેમજ પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી શિક્ષક પંકજ સિંહ વિરુદ્ધ આઈપીસી 376(3) તથા 504 સહિતની કલમો લગાવી કેસ દાખલ કર્યો છે.