Gujarat Weather Update : રાજ્યના હવામાનને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હવામાન નિષ્ણાંત અનુસાર ગુજરાતના કેટલા વિસ્તારમાં ઠંડીની સાથે ભરશિયાળે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે.
આ પણ વાંચો : ISI માટે કામ કરનાર ભારતીય નાગરિકની ધરપકડ
Gujarat Weather Update : રાજ્યના હવામાનને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હવામાન નિષ્ણાંત અનુસાર ગુજરાતના કેટલા વિસ્તારમાં ઠંડીની સાથે ભરશિયાળે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. રાજ્યમાં લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. વહેલી સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બીજી બાજુ વાદળછાયા વાતાવરણના પગલે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે તેમ હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ગુજરાતમાં માવઠાના એંધાણ
હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્ધ તરફથી ભેજ આવતો હોઈ સવારે વાતાવરણ ધૂંધળું દેખાઈ રહ્યું છે. આગામી 5 ફેબ્રુઆરી સુધી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેના લીધે ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષાની સંભાવના છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ રાજ્યમાં ઠંડી, માવઠા અને ઝાકળવર્ષાની આગાહી કરી છે. સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીના માહોલ વચ્ચે હવે માવઠાની સંભાવનાઓ જોવાઈ રહી છે.
આ વિસ્તારમાં પડશે વરસાદી ઝાપટા
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યાં અનુસાર 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ તથા કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સામાન્ય ઝાપટાં થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 5 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી વચ્ચે ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. 19થી 22 ફેબ્રુઆરીને મજબૂત સિસ્ટમ સર્જાશે અને ત્યારે બેવડી ઋતુનો અનુભવ થશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
અંબાલાલ પટેલે શું કહ્યું?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર ગુજરાતના હવામાનને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે અનુસાર ગુજરાતમાં માવઠુ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજસ્થાનના કેટલા વિસ્તારોની સાથે સાથે ગુજરાતના અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.