Jagdish, Khabri Media Gujarat
New Delhi : દિલ્હીમાં પોલીસે મોતના સોદાગર બની લોકોના ઓપરેશન કરતી નકલી ડોક્ટર (Fake Doctor) ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કૌભાંડમાં 4 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ ડૉ. નિરજ અગ્રવાલ, તેની પત્ની પૂજા અને સર્જન ડોક્ટર જસપ્રિત સિંહ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં જાણકારી મળી છે કે આ લોકો ગ્રેટર કૈલાસ વિસ્તારમાં અગ્રવાલ મેડિકલ સેન્ટર (Agarwal Medical Center)ના નામે એક નર્સિંગ હોમ ચલાવી રહ્યાં હતા.
આ પણ વાંચો : 1 વર્ષમાં 11 લાખ લોકોએ લીધી પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રોની મુલાકાત
ઓપરેશન બાદ દર્દીનું મોત
પોલીસે જણાવ્યું કે આરોપીઓએ 2022માં પિતાશયની સારવાર માટે એક દર્દીને દાખલ કર્યો હતો. જેનું નામ અસગર અલી હતુ. પહેલા તો તેને કહેવામાં આવ્યું હતુ કે તેની સર્જરી સર્જન ડોક્ટર જસપ્રિત કરશે. પરંતું ઓપરેશન પહેલા ડોક્ટર નિરજની પત્ની પૂજા અને વ્યવસાયે ટેક્નિશિયન મહેન્દ્ર નામના શખ્સે દર્દીની સર્જરી કરી હતી. જેને લઈ દર્દીનું મોત થઈ ગયું હતુ.
ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
મેડિકલ કાઉન્સિલ કરી રહી હતી તપાસ
જણાવી દઈએ કે, અસગર અલીના મોત બાદ આ કેસની મેડિકલ કાઉન્સિલ તપાસ કરી રહી હતી. અસગર અલીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે કેસ નોંધી નર્સિંગ હોમના ડાયરેક્ટર ડોક્ટર નિરજ, તેની પત્ની પૂજા અને સર્જન ડોક્ટર જસપ્રિત સિંહ અને એક ટેક્નિશિયન મહેન્દ્રની ધરપકડ કરી છે.
બનાવટી દસ્તાવેજો બનાવવાનો આરોપ
પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ મામલે સર્જન ડોક્ટર જસપ્રિત સિંહે પણ બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા. તેમજ ભળામણ કેળવી નકલી ડોક્ટર પૂજા અને એક્સ લેબ ટેક્નિશિયન મહેન્દ્રએ ઓપરેશન કર્યું હતુ. સર્જરીના દિવસે દર્દીના પરિવારજનોને જણાવાયું હતુ કે પૂજા ને એક્સ લેબ ટેક્નિશિયન પણ ડોક્ટર છે. પોલીસને શંકા છે કે આ નર્સિંગ હોમમાં આવી રીતે જ આ લોકો નકલી સર્જન બની ઘણાં દર્દીઓના ઓપરેશન કરી ચૂક્યા છે.
આ પણ વાંચો : વડાપ્રધાનને પણ ન છોડ્યા, મોદીજીનો ગરબા રમતો વિડિયો નીકળ્યો ડિપ-ફેક
વર્ષ 2016થી મળી રહી હતી ફરિયાદો
પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે આ ડોક્ટર વિરુદ્ધ વર્ષ 2016થી અત્યાર સુધીમાં 6 ફરિયાદો મેડિકલ કાઉન્સિલમાં આવી ચૂકી છે. પોલીસેને ક્લિનિકમાંથી 414 બ્લેક પ્રિસ્ક્રિપ્શન પણ મળ્યા છે. જેના પર પહેલાથી જ અન્ય ડોક્ટરના હસ્તાક્ષર હતા. એટલુ જ નહિ પોલીસે નર્સિંગ હોમમાં કેટલાય એક્સપાયર્ડ બ્લેડ, પ્રતિબંધિત દવાઓ, 54 એટીએમ કાર્ડ અને બીજા અન્ય દસ્તાવેજો પણ કબ્જે કર્યા છે.