Jagdish, Khabri Media Gujarat
Abdul Razzaq On Aishwarya Rai : પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની નિંદા કરતા તમામ હદો પાર કરી દીધી હતી. અબ્દુલ રઝાકે (Abdul Razzaq) PCBની તુલના બોલીવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાય સાથે કરતું નિવેદન આપ્યું હતુ. જેથી ક્રિકેટ જગત શર્મસાર થયું છે. આ નિવેદનને લઈ તેની ભારે આલોચના થઈ રહી છે.
આ પણ વાંચો : Earthquake : કારગીલમાં ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
પાકિસ્તાની ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ 2023ના ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ ગઈ છે. ટૂર્નામેન્ટમાં શરમજનક દેખાવ બાદ ટીમ પોતાના ઘરે પહોંચી ગઈ છે. એવામાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર્સ સતત બાબર આજમ અને ટીમને ટાર્ગેટ કરી રહ્યાં છે. તેમાં તેણે એક વિવાદિત નિવેદન પણ આપ્યું છે.
એક પ્રોગ્રામમાં રઝાકે પીસીબીની નિયત પર વાત કરતા કહ્યું, કે “જો તમે એવું વિચારતા હોય, કે હું ઐશ્વર્યા સાથે લગ્ન કરીશ અને તેનાથી એક ગુણવાન બાળક પેદા થાય, તો એવું ક્યારેય શક્ય નથી.” તેના માટે તમારે પહેલા નિયત ઠીક કરવી પડે. રઝાકના આ નિવેદનનો વિડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.
ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
રઝાકે જ્યારે આ ટિપ્પણી કરી ત્યારે, તેની સાથે સ્ટેજ પર શાહિદ અફરિદી સહિત અન્ય ખેલાડીઓ પણ સ્ટેજ પર હાજર હતા. તમામ આ ટિપ્પણી પર ખડખડાટ હસવા લાગ્યા હતા. ત્યારે રઝાકની સાથે બાકીના ખેલાડીઓ પણ લોકોની નારાજગીનો ભોગ બન્યા છે. ભારતીય કોંગ્રેસ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીએ પણ રઝાકની ભારે નિંદા કરી છે.
સિંઘવીએ આફરિદી સહિત બાકીના ક્રિકેટર્સને પણ આડે હાથ લેતા કહ્યું કે, આ નિવેદન અને ખેલાડીઓનું રિએક્શન પાકિસ્તાનની સડેલી માનસિકતા દર્શાવે છે. સિંઘવી સિવાય પાકિસ્તાની પત્રકાર આરજુ કાજમીએ પણ રઝાકને આડે હાથ લીધો હતો.
અબ્દુલ રઝાકે નિવેદનમાં શું કહ્યું?
રઝાકે કહ્યું હતુ, કે “હું અહીં પીસીબીના ઈરાદાઓ વિશે વાત કરી રહ્યો છું. જ્યારે હું રમતો હતો ત્યારે મને ખબર હતી કે મોરો કેપ્ટન યુનુસ ખાનના સારા ઈરાદા છે. હું તેની પાસેથી આત્મવિશ્વાસ અને સાહસ શીખ્યો અને અલ્લાહની મહેરબાની છે કે હું પાકિસ્તાન ક્રિકેટ માટે સારો દેખાવ કરી શક્યો.”
આ પણ વાંચો : Surat: ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના પ્રયાસના ગુનામાં એક શખ્સની કરવામાં આવી ધરપકડ
પૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર રઝાકે કહ્યું, કે “જો તમે વિચારો છો કે હું એશ્વર્યા રાય સાથે લગ્ન કરું અને પછી ગુણવાન બાળક પેદા થાય. તો એવું ક્યારે ન બની શકે. તેના માટે પહેલા તમારે નિયત ઠીક કરવી પડે.” જણાવી દઈએ કે રઝાક સાથે તે કાર્યક્રમમાં શાહિદ અફરિદી સહિત અન્ય ખેલાડીઓ પણ હાજર હતા. તેમજ આ નિવેદન બાદ તમામ હસવા લાગ્યા હતા.
આ નિવેદન પર પાકિસ્તાની પત્રકાર આરજુ કાઝમીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, અમારા ક્રિકેટર્સની આ જ માનસિકતા છે. એશ્વર્યા રાય પર આપેલી આ કમેન્ટ પર રઝાકને શરમ આવવી જોઈએ. રઝાકે આ શરમજનક ઉદાહરણ પૂરુ પાડ્યું છે.
શોએબ અખ્તરે રઝાકના નિવેદનની કરી નિંદા
પૂર્વ પાકિસ્તાની ઝડપી બોલર શોએબ અખ્તરે કહ્યું, હું રઝાક દ્વારા કરાવામાં આવેલા આ અનુચિત મજાક અને તુલનાત્મક નિવેદનની નિંદા કરું છું. કોઈપણ મહિલાનું આ રીતે અપમાન ન થવું જોઈએ. તેની પાસે બેઠેલા લોકોએ હસવા અને તાલીઓ પાડવાની જગ્યાએ તેનો વિરોધ કરવો જોઈતો હતો.