Jagdish, Khabri Media Gujarat
Earthquake In Ladakh : છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ભારતમાં ભૂકંપનું પ્રમાણ વધતા લોકોમાં ડરનો માહોલ છે. થોડા દિવસો પહેલા ભૂટાનમાં આવેલા ભૂકંપના કારણે ભારે જાનહાનિ થઈ હતી. ત્યારે આજે ફરી ઉત્તર ભારતમાં કારગીલ નજીક ધરા ધ્રુજતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે તીવ્રતા ઓછી હોવાને લીધે કોઈ જાનમાલનું નુકસાન થયુ હોવાનું જાણવા મળ્યું નથી.
આ પણ વાંચો : Monkey Attack : વાંદરાએ બાળક પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી જણાવ્યા અનુસાર લદ્દાખમાં કારગીલથી 314 કિમી ઉત્તર-પશ્ચિમમાં જમીનમાં હલચલ થઈ હતી. જેના કારણે 4.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જો કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે જાનમાલની નુકાસનીને અહેવાલ મળ્યા નથી.
આ પણ વાંચો : Xiaomiનો આ ફોન લોન્ચ થતા જ વેંચાયા 14 લાખ યુનિટ્સ
મળતી માહિતી મુજબ લદ્દાખમાં મંગળવારે બપોરે 1.08 કલાકે રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર 37.28 અક્ષાંશ અને 75.21 રેખાંશ પર 20 કિમીની ઊંડાઈએ સ્થિત હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)એ અહેવાલ આપ્યો છે કે લદ્દાખમાં કારગીલનાં ઉત્તર-પશ્ચિમમાં 314 કિમી દૂર ધરતીમાં હલચલ થઈ હતી. ભૂકંપનાં આંચકા અનુભવાતા જ લોકો પોતાના ઘરો અને અન્ય ઈમારતોમાંથી બહાર આવી ગયા હતા અને લાંબા સમય સુધી ખુલ્લામાં જ રહ્યા હતા હતા. આ ભૂકંપનાં કારણે જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી.