Money Upay: હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો વ્યક્તિ પર તેની કૃપા વરસે તો તેને ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. એવામાં સવાર સવારમાં કેટલાક અચુક ઉપાય કરવાથી તમે પણ માતા લક્ષ્મીની કૃપા મેળવી શકો છો. જાણો ક્યા છે આ ઉપાય…
આ પણ વાંચો : ૧૬ કળા એ ખીલેલા કલ્કી અવતાર અવતરી ગયા છે
Money Upay: હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા હોય તો તેને ક્યારેય કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં આવા જ કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. જો વ્યક્તિ પોતાની આળસ છોડી અને વહેલી સવારે આ ઉપાયો અપનાવે તો તેના પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. ચાલો આ જ્યોતિષીય ઉપાયો વિશે વિગતવાર જાણીએ.
માતા લક્ષ્મીની પ્રિય વસ્તુઓનું દાન
જો કોઈ વ્યક્તિ દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગે છે, તો તેણે વહેલી સવારે પહેલા સ્નાન કરવું પડશે, ત્યારબાદ તેણે કેટલીક વસ્તુઓનું દાન કરવું પડશે. જેમ કે શંખ, કૌરી અને કમળનું ફૂલ. હકીકતમાં આ બધી વસ્તુઓ દેવી લક્ષ્મીની ખૂબ પ્રિય વસ્તુઓ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સવારે ઘરમાં સફાઈ કરો
જો તમે તમારા જીવનમાં હંમેશ માટે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગતો હો તો તમારે રોજ સવારે ઘરની સાફ સફાઈ કરી ઘરને સ્વચ્છ અને સુંદર રાખવું જોઈએ. આપણે ગુજરાતીમાં પણ કહેવત છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એટલે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં દેવોનો વાસ હોય છે. આમ, માતા લક્ષ્મી પણ એ જ ઘરમાં વાસ કરે છે જે ઘરમાં સ્વચ્છતાનું પાલન થતું હોય. દેવી લક્ષ્મીના આગમન માટે સવારનો સમય વિશેષ માનવામાં આવે છે. તેથી ઘર ગંદુ ન રહે તેનું ખાસ ધ્યાન રાખો.
ઘરમાં નમકના પાણીનું પોતુ કરો
સવારે ઘરની સફાઈ કરતી વખતે મીઠાના પાણીથી ઘર સાફ કરો. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. આ સાથે જ વ્યક્તિને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે. ધ્યાનમાં રાખો કે તમારે આ ઉપાય નિયમિતપણે અપનાવવો જોઈએ.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
શુક્રવારે કરો આ કામ
ધાર્મિક માન્યતાઓ અનુસાર શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીની પૂજન અર્ચન કરવાનો દિવસ છે. તેથી શુક્રવારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે જો માતા લક્ષ્મીનું પૂજન કરવામાં આવે તો દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા દ્રષ્ટિ તમારા ઘરમાં હંમેશા બનાવી રાખશે.
મંદિર આ દિશામાં હોવું જોઈએ
શાસ્ત્રો અનુસાર ઘરનું મંદિર હંમેશા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. આ ઉપરાંત વાસ્તુ દોષથી પણ રાહત મળે છે.