Arjun Modhwadia resigned : ગુજરાતમાં કોંગ્રેસની માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. હજુ બપોરે જ અંબરીશ ડેરે કાર્યકારી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતુ ત્યાં વધુ એક દિગ્ગજ નેતાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે.
આ પણ વાંચો – સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ થશે કેસુડા ટ્રેઇલ, જાણો કેસુડાનું મહત્વ
Arjun Modhwadia resigned : એક પછી એક કોંગ્રેસના નેતા (Congress Leader) પક્ષપલટો કરી ભાજપમાં ભળી રહ્યાં છે. હજુ અંબરીશ ડેરના રાજીનામાના સમાચાર તાજા જ છે ત્યાં વધુ એક દિગ્ગજ નેતાએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. જી હા, કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ (MLA Arjun Modhwadia) ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. અર્જુન મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે વિધાનસભામાં પહોંચ્યા હતા અને અધ્યક્ષ શંકર ચૌધરીના કેબિનમાં જઈને રાજીનામું સોંપ્યું હતુ.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી કાર્યકારી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયા પણ રાજીનામું આપી શકે તેવી ચર્ચાઓએ જોર પડક્યું હતુ. ત્યારે અંબરીશ ડેરના રાજીનામાના કલાકો જ અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસને રામ રામ કરી દીધા છે. અર્જુન મોઢવાડિયાના રાજીનામા બાદ પોરબંદર વિધાનસભા બેઠક ખાલી પડી છે. 2022માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મોઢવાડિયાએ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. ત્યારે હવે આગામી સમયમાં ભાજપ અર્જુન મોઢવાડિયાને કઈ મોટી જવાબદારી સોંપશે તે જોવું રહ્યું.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ઉલ્લેખનીય છે કે થોડા દિવસોથી કોંગ્રેસ માટે આંચકારૂપ સમાચારા સામે આવી રહ્યા છે. ગઈ કાલથી અંબરીશ ડેરે કોંગ્રેસનો સાથ છોડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતુ. જો કે આજે તેઓએ સીઆર પાટિલ સાથે મુલાકાત બાદ કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા. જણાવી દઈએ કે ભૂતકાળમાં અંબરીશ ડેરે ભાજપનાં કાર્યકર્તા તરીકે કામ કર્યું છે. તેમજ લોકસભા સમયે એક બાદ એક સિનિયર નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં વધુ એક કોંગ્રેસી નેતા ભાજપમાં તેમનાં ટેકેદારો સાથે જોડાશે. ત્યારે હવે અર્જુન મોઢવાડિયાના રાજીનામાં બાદ તેઓ પણ ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.