રામ મંદિરના પુજારી પર વાંધાજનક પોસ્ટ કરી ભરાયા કોંગી નેતા

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

સોશિયલ મીડિયા પર રામ મંદિરના પુજારી અંગે વાંધાજનક પોસ્ટ કરનાર કોંગ્રેસના નેતા બરોબરના ભરાયા છે. અપમાનજનક પોસ્ટને લઈ કોંગ્રેસના અનુસુચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયાની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.

આ પણ વાંચો : ટ્રક ડ્રાઇવરોને મોટી રાહત, ઓક્ટોબર 2025થી ગાડીમાં આ ફિચર ફરજિયાત

રામ મંદિરના પુજારી પર વાંધાનજક પોસ્ટ કરનાર કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ કરવામાં આવી છે. પ્રાફાઇલ પરથી હિતેન્દ્ર પીઠડિયા કોંગ્રસના અનુસુચિત મોરચાના પ્રદેશ પ્રમુખ હોવાનું માલુમ પડ્યું છે. કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડિયાએ મહિલા સાથે રામ મંદિરના પૂજારીનો વાંધાનજક ફોટો સોશિયલ મીડિયા પર શેઅર કર્યો હતો. ધાર્મિક લાગણી દુભાઈ તેવી પોસ્ટ કરવાથી સાયબર સેલે PCની કલમ 469, 509, 295 A અને IT એક્ટ મુજબ ગુનો નોંધી કોંગી નેતાની ધરપકડ કરી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જાણો સમગ્ર મામલો

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેઅર કરી હતી. જેમાં તેઓએ રામ મંદિરના પૂજારીનો વાંધાજનક ફોટો શેઅર કર્યો હતો. ફોટા સાથે તેઓએ કેપ્શનમાં લખ્યું હતુ કે, “શું આને અયોધ્યાના રામ મંદિરનો પૂજારી બનાવી રહ્યા છો?”