Kutch News: સઘન પલ્સ પોલીયો કાર્યક્રમ અંતર્ગત સરકાર તરફથી તા.10 ડીસેમ્બર 2023 રવિવારના રોજ નકકી થયેલ છે જેના ભાગ રુપે તા. 05/12/2023ના રોજ કચ્છ જીલ્લા કલેકટર અને કચ્છ જીલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ ઈમ્યુનાઈઝેશનની બેઠક યોજાઈ હતી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
કચ્છ જીલ્લામાં તા. 10 ડીસેમ્બર 2023 રવિવારના યોજાનાર પોલીયો રવિવાર સઘન પલ્સ પોલીયો કાર્યક્રમમાં કચ્છ જીલ્લાના કુલ 471514 ઘરોના શૂન્યથી પાંચ વર્ષના અંદાજીત 320962 બાળકોને આ કાર્યક્રમમાં આવરી લેવામાં આવશે.
જે માટે જીલ્લા આરોગ્ય શાખા તરફથી પોલીયોના 1389 બુથોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જીલ્લા બહારથી આવતાં પ્રવાસી બાળકો માટે પણ હાઈવે, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન મધ્યે પણ 65 ટ્રાંઝીસ્ટ પોલીયો બુથો તેમજ 173 મોબાઇલ ટીમ તેમજ સોમવારે અને મંગળવારે ઘર-ઘર રસીકરણની કામગીરી તાલુકાની આરોગ્ય ટીમ ધ્વારા કરવામાં આવશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આ કામગીરીમાં આરોગ્ય શાખા, ICDS શાખા તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ ધ્વારા આ કામગીરીમાં સહયોગ આપવામાં આવનાર છે. તા. 01/12/2023ના જીલ્લા કક્ષાએ સઘન પલ્સ પોલીયો અંતર્ગત વકર્શોપ યોજવામાં આવેલ છે.
તથા આ કાર્યક્રમનો દરેક તાલુકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પલ્સ પોલીયોનો તાલીમ તેમજ વર્કશોપનું આયોજન પણ થઈ ગયેલ છે. આ કામગીરી સંભાળતા કાર્યકરોને તાલીમ આપવા બાબતનું માર્ગદર્શન આપવામાં આવેલ છે.
આ પણ વાંચો: ખેતર ફરતે તાર ફેન્સીંગની યોજના અંતર્ગત ખેડૂતો આ રીતે કરી શકશે અરજી
સઘન પલ્સ પોલીયો કાર્યક્રમની 100ટકા સિધ્ધિ હાંસલ કરવા માટે શૂન્યથી પાંચ વર્ષના બાળકોને નજીકના પોલીયો બુથ પર અવશ્ય પોલીયોના બે ટીંપા પીવડાવવા બાળકોના વાલીઓને અપીલ કરવામાં આવે છે એવું મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવવામાં આવેલ છે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.