Jagdish, Khabri Media Gujarat
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પોતાના વરિષ્ઠ મંત્રીઓમાંથી એક ગૃહમંત્રી સુએલા બ્રેવરમેનની પદ પરથી હકાલપટ્ટી કરી છે. ભારતીય મૂળના સુએલાના એક લેખને લઈ ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં તેઓએ લંડન પોલીસ પર પેલેસ્ટાઈન સમર્થક હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો : સાવધાન : માનવજાત પર તોળાઈ રહ્યો છે મોટો ખતરો
સુએલાએ પોતાના એક રિપોર્ટમાં કહ્યું, કે બ્રિટિશ વડાપ્રધાને કેબિનેટમાં ફેરફાર કરતા સુએલાને પદ પરથી બરખાસ્ત કર્યાં છે. સુએલાએ પોતાના લેખમાં લંડન પોલીસ પર આરોપ લગાવ્યો હતો, કે પોલીસ પેલેસ્ટાઈન સમર્થક પ્રદર્શનકારીઓ સામે ખુબ જ ઉદાર વલણ દાખવી રહી છે.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
ગત અઠવાડિયે શનિવારે લંડનમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પોલીસે જે રીતે પ્રદર્શનોને રોક્યા, તેને લઈ સુએલા નારાજ હતી. તેઓએ પોતાના એક લેખમાં લંડન પોલીસને પેલેસ્ટાઈન સમર્થન વિરોધ પ્રદર્શનને ડામવાની રીત પર નિશાન સાધતા ઋષિ સુનક પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
વિવેચકોનું કહેવું છે, કે લેખના કારણે દક્ષિણપંથી પ્રદર્શનકારી લંડનની સડકો પર ઉતરવા પ્રોત્સાહિત થયા છે. વિરોધ પ્રદર્શન વધતા જોઈ સુનક પર દબાણ વધારામાં આવી રહ્યું હતુ કે, તે સુએલા પર કાર્યવાહી કરે અને તે દરમિયાન કેબિનેટમાં ફેરફારમાં સુએલાને બરખાસ્ત કરવાના સમાચાર સામે આવ્યાં છે.
આ પણ વાંચો : હૈદરાબાદમાં મોટી દુર્ઘટના, 9 લોકોના મોત
આ પહેલા પણ વિવાદોમાં રહી છે સુએલા
હાલમાં જ સુએલાના એક નિવેદનને લઈ મોટો હોબાળો થઈ ગયો હતો. જેમાં તેઓએ કહ્યું હતુ કે બ્રિટનના શહેરોમાં ફૂટપાથ પર રહેતા લોકો તેની ઈચ્છાથી ત્યાં રહે છે અને તે એની જીવનશૈલી છે.
તેઓએ પોતાના ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું હતુ કે, બ્રિટનના લોકો દયાળું છે. અમે એ લોકોનો સાથ આપીશું જે ખરેખર બેઘર છે. પરંતું અમે અમારા રસ્તા પર તંબુઓની કતારોથી લોકોને કબ્જો કરવા નહિ દઈએ. જેમાંથી ઘણાં લોકો વિદેશથી આવ્યાં છે. તે લોકો પોતાની લાઈફસ્ટાઈલ ચોઈસના રૂપે માર્ગો પર રહે છે.