વડાપ્રધાન નરેન્દ્ર મોદી30 અને 31 ઓક્ટોબર એમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. 30 ઓક્ટોબરે સવારે 9.30 એ અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરવાના છે. તેમના કાર્યક્રમ મહેસાણા અને કેવડિયા એમ બે જગ્યાએ નિશ્ચિત કરવામાં આવ્યા છે. 30મી ઓક્ટોબરે તેઓ મહેસાણા જિલ્લાના ખેરાલુના એક સમારોહમાં જ્યારે 31મીએ કેવડિયામાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજ્યંતિ પ્રસંગે પરેડમાં હાજરી આપશે.
ગુજરાતની 700થી વધુ ગ્રાન્ટેડ શાળાઓ (Granted school) કે જે વિદ્યાર્થીઓની ફી પર નભે છે, એ ફીમાં 300 ટકા સુધીનો વધારો માગ્યો છે. 2017માં FRC બની ત્યારે ફી વિકલ્પવાળી શાળાઓની ફી પ્રતિ વિદ્યાર્થી નિર્ધારિત કરાઈ હતી. જો કે એ બાદ વધારો ના થતા શાળા સંચાલક મહામંડળે શિક્ષણ નિયમકને પત્ર લખી ફીમાં વધારો માગ્યો છે.
રાજસ્થાન ચૂંટણીમાં ચંદ્રશેખર આઝાદની પાર્ટીએ હનુમાન બેનીવાલ સાથે ગઠબંધન કર્યું હતું. ભાજપની સંકલ્પ યાત્રા આચારસંહિતા, ચૂંટણી પંચના આદેશો ધરાવતી વિધાનસભાઓમાંથી પસાર થશે નહીં. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલુ છે. આ દરમિયાન હમાસે તેલ અવીવમાં રોકેટ છોડ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આયર્ન ડોમમાંથી ત્રણ-ચાર રોકેટ નષ્ટ થતા જોવા મળ્યા છે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો
READ: રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે દેશભરમાં થશે ઉજવણી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્રપોરેશન દ્વારા નિયમનું પાલન નહીં કરતી બાંધકામ સાઇટ પર કાર્યવાહી કરવામાં આવી છે. પર્યાવરણને નુકસાન થતું હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં 41 જેટલી સાઈટ સીલ કરવામાં આવી છે. સૌથી વધુ નિકોલમાં સાઈટ સીલ કરવામાં આવી છે. ઓઢવ,વિરાટનગર, હાથીજણ, મેમનગર, ઘુમામાં પણ સાઈટ સીલ કરી દેવામાં આવી છે.નિયમનું પાલન નહીં કરાતા કાર્યવાહી કરવામાં આવી છે. કન્સ્ટ્રક્શન સાઇડ દ્વારા પર્યાવરણને નુકસાન થતું હોવાથી કાર્યવાહી કરાઈ છે.
અલ-કાયદાની NIAની તપાસમાં ખૂબ જ મોટી સફળતા હાંસલ થઇ છે. સુરત ક્રાઇમ બ્રાંચે (Surat Crime Branch) વેસુમાંથી બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડ્યો છે. NIAની તપાસમાં આ વ્યક્તિ વોન્ટેડ આરોપી સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યુ છે. આરોપીનું નામ અબુ બકર હજરતઅલી હોવાનું સામે આવ્યુ છે.
Weather forecast: જ્યારે બપોરે 34થી 38 ડિગ્રી જેટલું તાપમાન રહેશે.અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીની અંદર રહેશે તેવી સંભાવના છે. બેવડી ઋતુના કારણે તાપમાનમાં ખાસ વધારો-ઘટાડો નહીં થાય.શરદ પૂર્ણિમાએ પણ વાતાવરણ સામાન્ય રહે તેવી સંભાવના છે.આ સાથે જ હવામાન વિભાગ પ્રમાણે આ મહિનાને ટ્રાન્ઝીસ્ટ અથવા સાયક્લોન મહિનો પણ કહી શકાય છે.