Bilkis Bano case : બહુચર્ચિત બિલકિસ બાનુ કેસમાં આરોપીઓને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માફીને સુપ્રીમ કોર્ટે રદ્દ કરી હતી. કોર્ટે 21 જાન્યુઆરી સુધી તમામ દોષિતોને જેલમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે તમામ 11 આરોપીએ 21 જાન્યુઆરી (રવિવારે) મોડી રાત્રે 11:30 વાગ્યે ગોધરાની સબ જેલમાં સરેન્ડર કર્યું છે.
આ પણ વાંચો : આજે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ઘરે બેઠા રામલલાને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો સરળ પદ્ધતિ
બિલકિસ બાનુ કેસના (Bilkis Bano case) તમામ 11 આરોપીઓએ સુપ્રીમ કોર્ટના (Supreme Court) આદેશ બાદ રવિવારે મોડી રાત્રે ગોધારની સબ જેલમાં (Godhra Sub Jial) સરેન્ડર કર્યું છે. બહુચર્ચિત બિલકિસ બાનુ કેસમાં દોષિતોને ગુજરાત સરકાર દ્વારા માફી આપ્યા બાદ તેઓને સજા માફ કરવામાં આવી હતી. જો કે બિલકિસ બાનુએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માફીને રદ્દ કર્યા બાદ 21 જાન્યુઆરી સુધીમાં જેલમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. તમામ 11 દોષિત રાતે 11:30 વાગ્યે પોતાના ખાનગી વાહનોમાં સિંગવડ રંધિકપુરથી ગોધરા સબ જેલ ખાતે પહોંચ્યા અને સરેન્ડર (Surrender) કર્યું હતુ.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર એન.એલ.દેસાઈએ પીટીઆઈને જણાવ્યું કે, તમામ 11 દોષિતોએ રવિવારે મોડી રાત્રે જેલના અધિકારીઓ સામે આત્મસમર્પણ કર્યું છે.
જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરીએ હાઇ-પ્રોફાઇલ કેસમાં 11 દોષિતોને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટને રદ્દ કરી હતી. જ્યારે રાજ્ય સરકારની આરોપી સાથે સાંઠગાંઠ હોવાનું અને વિવેકનો દુરુપયોગ કરવાને લઈ ફટકાર લગાવી હતી. કોર્ટે 2022માં સ્વતંત્રતા દિવસ પર સમય પહેલા મુક્ત કરાયેલા તમામ દોષિતોને બે અઠવાડિયામાં જેલમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો.
બીજી તરફ સુપ્રીમ કોર્ટે થોડા દિવસો પહેલા દોષિતોની સરેન્ડર માટે સમયમર્યાદામાં લંબાવા માટેની અરજીઓ ફગાવી દીધી હતી અને રવિવાર સુધીમાં કોઈપણ ભોગે સરેન્ડર કરવા આદેશ કર્યો હતો. આ અગિયાર દોષિતોમાં બકાભાઈ વહોનિયા, બિપિન ચંદ્ર જોષી, કેસરભાઈ વહોનિયા, ગોવિંદ નાઈ, જસવંત નાઈ, મિતેશ ભટ્ટ, પ્રદીપ મોરઢીયા, રાધેશ્યામ શાહ, રાજુભાઈ સોની, રમેશ ચંદના અને શૈલેષ ભટ્ટનો સમાવેશ થાય છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ઉલ્લેખનયી છે કે બિલકિસ બાનું 21 વર્ષની હતી અને તેને પાંચ મહિનાનો ગર્ભ હતો. જ્યારે ફેબ્રુઆરી 2002માં ગોધરા કાંડ થયો, તે ઘટના બાદ ભડકેલી સાંપ્રદાયિક હિંસાથી બચવાનો પ્રયત્ન કરતી વખતે તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. એટલુ જ નહિ, આરોપીઓએ તેના પરિવારજનોની હત્યા કરી નાખી હતી. જેમાં બિલકિસ 3 વર્ષની દિકરી પણ સામેલ હતી.