Anupama New Episode : અનુપમા સિરીયલ મેકર્સ મોટા ટ્વિસ્ટની પ્લાનિંગ કરી રહ્યાં છે. ત્યાર બાદ અમનુપા(Anupama)ની જિંદગી સાથે સિરીયલની આખી કહાની જ બદલી જશે. જેનો બેઝ હાલ સાસ વહુના ડ્રામ સાથે તૈયાર કરવામાં આવી રહ્યો છે. એક બાજુ માલતી દેવી નવા નવા પેંતરાથી અનુજ અને અનુપમા વચ્ચે નફરતની દિવાલ ઊભી કરી રહી છે. બીજી બાજુ તે અનુપમાની દિકરી પાખીને ઉશ્કેરવામાં લાગી છે.
આ પણ વાંચો : કોણ હશે સહારાનું આવનારું વારિસ
અનુપમા સિરીયલના અપકમિંગ એપિસોડમાં ફરી એકવાર અધિક અને પાખી એક બીજા સાથે ઝઘડતા જોવા મળશે. સિરીયલમાં કંઈક એવું બનશે કે દિવાળીના ઉત્સવમાં અધિક એક નેકલેસ લાવીને રાખશે. જેને પાખી જોઈ જશે અને તેને ગળામાં પહેરવા લાગશે. ત્યારે જ અધિક આવી જશે અને પાખીને કહેશે, કે આ નેકલેસ તેના નહિ પણ ડિંપી માટે છે. અધિક કહેશે કે આજે ભાઈબીજ છે આ નેકલેસ તે ડિંપી માટે લઈને આવ્યો છે. આ સાંભળી પાખી ગુસ્સાથી લાલઘુમ થઈ જાય છે અને અધિકને ધમકાવતા કહે છે કે તે એકવાર પણ ન વિચાર્યુ કે આને તે પહેરી શકશે કે નહિ?
ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
અધિક ફરી પૂછશે કે ડિંપી કેમ ન પહેરી શકે? જેનો પાંખી ઉંચા અવાજે જવાબ આપતા કહે છે કે તે હવે વિધવા છે. પાખી અને અધિકની આ દલીલો અનુપમાં સાંભળી લેશે અને પાંખીને આડેહાથ લેતા કહેશે – ચૂપ, ડિંપી માટે એક શબ્દ પણ ન વાપરતી અને આને મારી છેલ્લી વોર્નિંગ સમજજે.
આ પણ વાંચો : જલારામ બાપા અડીખમ હતા અને રહેશે
જણાવી દઈએ કે, આ પહેલા પણ પાખી અને અનુપમા વચ્ચે ઘણીવાર ઝઘડોઓ થઈ ચૂક્યા છે. જેનો ફાયદો માલતી દેવી ઉઠાવતી હોય તે જોઈ શકાય છે. જ્યારે બીજી બાજુ ડિંપીની જિંદગીમાં હવે તપિશની એન્ટ્રી થઈ ગઈ છે. જેને મેકર્સ ડિંપીના નવા લવ એન્ગલ આપવામાં જોડાઈ ગયા છે.