જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના, વિદ્યાર્થીઓ સાથે બોટની જળસમાધિ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Jammu Kashmir Boat Accident : જમ્મુ કાશ્મીરમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. શ્રીનગરના બટવારમાં ઝેલમ નદીમાં મુસાફરો અને વિદ્યાર્થીઓને લઈ જતી બોટ ડૂબી ગઈ છે. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

Jammu Kashmir Boat Accident : જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઇ છે. વિદ્યાર્થીઓને લઈ જતી એક બોટ શ્રીનગરના બટવારા નજીક ઝેલમ નદીમાં પલટી ગઈ છે. આ અંગે માહિતી મળતા તંત્ર દ્વારા રેસ્ક્યુ ટીમ મોકલવામાં આવી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, 12 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં મોટા ભાગના બાળકો છે. તમામને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. દુર્ઘટનામાં 4 બાળકો મોત થયા છે અને 3 બાળકો હજુ લાપતા છે. તેઓને શોધવા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જણાવાઈ રહ્યું છે, કે કાશ્મીર ઘાટીમાં હવામાન ભારે ખરાબ છે. છેલ્લા 72 કલાકથી અહી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઝેલમ નદી ભયજનક સપાટીએ વહી રહી છે.