Bhavnagar : સિહોરમાં રોલિંગ મિલમાં થયો ભીષણ બ્લાસ્ટ, 2ના મોત

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Bhavnagar News : ભાવનગર જિલ્લામાં આવેલી એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 2 શ્રમિકોના મોત થયાનું સામે આવ્યું છે. રોલિંગ મિલ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.

આ પણ વાંચો : JN.1ના સૌથી વધુ કેસ ગુજરાતમાં પણ ચિંતાની જરૂર નથી : આરોગ્ય મંત્રી

ભાવનગરના સિંહોર ખાતે રોલિંગ મિલ ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટની ઘટના સામે આવી છે. લોખંડના સળિયા બનાવવાની રોલિંગ મિલ કંપનીમાં મોડી રાત્રે અચાનક બ્લાસ્ટ થતા પાંચ જેટલા શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે તમામને 108 મારફતે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનામાં બે શ્રમિકોના મોત નીપજ્યાં છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મળતી માહિતી અનુસાર ભાવનગર નજીક આવેલા સિહોર ખાતે લોખંડ સ્ટીલના સળિયા બનાવતી રોલિંગ મિલ કંપનીઓ આવેલી છે. જેમાં ગત મોડી રાત્રિના સમયે કોઈ કારણોસર લોખંડ ઓગાળવાની ભઠ્ઠીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. કંપનીમાં ધડાકાભેર અચાનક બ્લાસ્ટ થતા ત્યાં કામ કરી રહેલા 5 જેટલા શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જે તમામ ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે 108 મારફતે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સિહોર જીઆઈડીસી 4 માં આવેલી રૂદ્ર રોલિંગ મિલમાં થયેલા બ્લાસ્ટને લઇ દૂર સુધી ધડાકોનો અવાજ સંભળાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. તેમજ આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. આ દુર્ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા રાજુભાઈ ચૌહાણ, રાજભાઈ કિશોર, તુલસીરામ ચૌહાણ અને પરસોત્તમ ચૌહાણ તમામ (રહે મહારાષ્ટ્ર)ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને સર ટી હોસ્પિટલના બન્સ વોર્ડમાં સારવારમાં રાખવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન રતિલાલ રામદૂલર (ઉ.વ.41) અને પરષોત્તમભાઈ મુનાલાલ ચૌહાણ (ઉ.વ.19)નું મોત થયું હતું.

આ પણ વાંચો : ડમ્પરે ટક્કર મારતા બસમાં લાગી આગ, 12 લોકો જીવતા ભૂંજાયા

ઘટનાની જાણ થતા ફાયર ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સિહોર પોલીસ હોસ્પિટલ ખાતે દોડી જઈ અકસ્માતે બ્લાસ્ટના બનાવ અંગે નિવેદન નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.