Cough Syrup : ભારતમાં શરદી-ખાંસી માટે નાના બાળકોને આપવામાં આવતા કફ સિરપ (Syrup) પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. દુનિયાભરમાં (World Wide) 141 બાળકાનો મોત બાદ આ આદેશ આપવામાં આવ્યો છે. જાણો શું છે મામલો…
આ પણ વાંચો : Vivek Bindra vs Sandeep Maheshwari : જાણો શું છે ઝઘડાનું મૂળ?
સામાન્ય રીતે શરદી ખાંસી માટે ડોક્ટર કફ સિરપની દવા લેવાની સલાહ આપે છે. પરંતું ગત ગુરુવારે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ (DCGI) 4 વર્ષથી નાના બાળકોને કફ સિરપ આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ડીજીસીઆઈ એ પોતાના નિર્ણયમાં કહ્યું કે ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફિનાઇલફ્રાઇનના કોમ્બિનેશનથી બનેલા કફ સિરપની બાળકોન પર ખરાબ અસર જોવા મળી છે. કફ સિરપ પીવાથી 141 બાળકોના મોતને લઈ તપાસ બાદ ડીજીસીઆઈ એ આ નિર્ણય લીધો છે.
બાળકોના ભોગ બાદ આખરે લેવાયો નિર્ણય
આ આદેશ 2019 બાદ ઘણાં બાળકોના મોત બાદ આવ્યો છે. જે દેશમાં બનેલા ઝેરી કફ સિરફ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. ગયા વર્ષે, ગેમ્બિયા, ઉઝબેકિસ્તાન અને કેમરૂનમાં ઝેરી કફ સિરપને કારણે ઓછામાં ઓછા 141 મૃત્યુ થયા હતા. ભારતમાં પ્રતિબંધિત દવાઓમાં ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફેનીલેફ્રાઇનનો સમાવેશ થાય છે. આ એવી દવાઓ છે જે બાળકોને સામાન્ય શરદીના લક્ષણોની સારવાર માટે આપવામાં આવે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
જણાવી દઈએ કે, વર્ષ 2019માં દેશમાં ઉત્પાદિત કફ સિરપ પીવાથી ઓછામાં ઓછા 12 બાળકોના મોત થયા હતા અને અન્ય ચાર અપંગ થઈ ગયા હતા. આ ઓછી કિંમતની દવાઓના સેવનથી બાળકોના જીવ પણ જોખમમાં છે. આવી સ્થિતિમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ દવાઓ પર નવા નિયંત્રણો જાહેર કર્યા છે.
દવાઓ પર ચેતવણી લેબલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દવા ઉત્પાદકોએ તેમના ઉત્પાદનો પર ચેતવણી લેબલ લગાવવાની જરૂર છે. જેમાં સ્પષ્ટ લખવું જોઈએ કે આ દવા 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ન આપવી જોઈએ.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ સલાહ આપી
નોંધનીય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પણ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ઉધરસ અને શરદીના લક્ષણોની સારવાર માટે સીરપ અથવા દવાઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપે છે.