Dinesh Rathod, Gujarat, Khabri media
Ahmedbad News: ક્રિકેટની ફાઇનલ મેચ (Cricket World Cup 2023) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બર રવિવારે અમદાવાદ (Ahmedabad)માં વિશ્વના સૌથી મોટા નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે (Narendra Modi Stadium) રમાશે. આ મેચ જોવા માટે દેશ-વિદેશમાંથી અઢળક સંખ્યામાં ક્રિકેટ રસિકો પણ આવવાની સંભાવના છે. ત્યારે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો પબ્લિક ટ્રાન્સપોર્ટ (Public Transport)નો ઉપયોગ કરીને સ્ટેડિયમ પહોંચશે જેને લઈને ક્રિકેટ રસિકો માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) અને અમદાવાદ જનમાર્ગ લી. (BRTS) દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે જેની વિગત નીચે મુજબ છે
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.
અમદાવાદ શહેરમાં યોજાનારા વનડે વર્લ્ડ કપ ફાઇનલ – 2023ની ક્રિકેટ મેચ સંદર્ભે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવા – આવવા માટે 11 રૂટ ની69 બસો સવારે 06:00 વાગ્યાથી મોડી રાત્રે 11:00 વાગ્યા સુધી તેમજ નાઇટના 05 રૂટ ની 50 બસો રાત્રે 08.30થી મોડી રાત્રે 01.00 (AM) સુધી બસોની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
આમ કુલ 16 રૂટો ઉપર 119 બસો નીચે દશાવેલ તારીખ અને સમય મુજબ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા સંચાલનમાં મુકવામાં આવનાર છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ક્રિકેટની ફાઇનલ મેચને કારણે મેટ્રો ટ્રેનનો બદલાયો સમય
અમદાવાદ જનમાર્ગ લી. (BRTS) દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે India vs Australia ફાઇનલ ક્રિકેટ મેચના કાર્યક્રમ અનુસંધાને બી.આર.ટી.એસ. દ્વારા નીચે મુજબ વ્યસથા કરવામાં આવી છે.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.