જાણો, કોણ છે કોલકત્તાની આશાઓ પર પાણી ફેરવનાર શશાંક સિંહ?

ખબરી ગુજરાત રમતગમત
Spread the love

Shashank Singh : કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ ભારે ચર્ચાનો વિષય રહી. પંજાબ કિંગ્સે ટી20 ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોટી રન ચેજ કરી ઇતિહાસ રચી દીધો છે. પરંતુ શું તમે જાણો છો કે આ જીતનો હીરો શશાંક સિંહ કોણ છે? (Who is Shashank Singh?) કઈ રીતે તે પંજાબની ટીમનો ભાગ બન્યો?

PIC – Social Media

Shashank Singh : ઇન્ડિયન પ્રિમીયર લીગ (IPL) 2024ની સિઝન ઘણી રીતે ખાસ બની રહી છે. જેમાં બેટિંગમાં ઘણાં રેકોર્ડ તુટતા જોવા મળી રહ્યા છે. કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ (Kolkata Knight Riders vs Punjab Kings) વચ્ચે રમાયેલા મેચમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું. જેમાં પંજાબ કિંગ્સ (Punjab Kings) પુરુષ ટીમે ટી20 ક્રિકેટ ઇતિહાસનો સૌથી સફળ રન ચેજ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ મેચમાં પંજાબ કિંગ્સની ટીમને 262 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને તેઓએ 18.4 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને પાર કરી લીધો હતો. પંજાબ કિંગ્સની આ જીતમાં 32 વર્ષના બેટ્સમેન શશાંક સિંહે મહત્વની ભૂમિકા ભજવી. તેઓએ માત્ર 28 બોલમાં 68 રનની અણનમ ઇનિંગ રમી. તેમાં તેઓએ 8 છક્કા ફટકાર્યા હતા. શશાંકે આ આઈપીએલની સિઝનમાં પોતાની બેટિંગથી લોકોને ઘણાં પ્રભાવિત કર્યા છે.

ભૂલથી પંજાબ કિંગ્સની ટીમનો ભાગ બન્યા શશાંક સિંહ

આઈપીએલ 17મી સિઝનને લઈ જ્યારે ડિસેમ્બર 2023માં પ્લેયર ઓક્શનની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતુ, ત્યારે પંજાબ કિંગ્સની ટીમે શશાંક સિંહને ભૂલથી પોતાની ટીમમાં સામેલ કર્યાં હતા. ફ્રેન્ચાઇઝી યુવા શશાંક સિંહને ટીમમાં સામેલ કરવા માંગતી હતી પરંતુ તેઓએ 32 વર્ષના શશાંક સિહ પર બોલી લગાવી અને બાદમાં જ્યારે તેઓને તો તેઓએ શશાંકને પોતાની ટીમનો ભાગ બનાવવો પડ્યો. શશાંક સિંહે પણ પોતાના પ્રદર્શનથી તમામના મોઢા બંધ કરી દીધા છે. તેઓ પોતાની ટીમ માટે સતત મહત્વપૂર્ણ ઇનિંગ રમીને મેચના નિર્ણયમાં મોટો તફાવત લાવી રહ્યાં છે. શશાંકે પોતાની આઈપીએલ 2024માં 9 ઇનિંગ્સ રમી છે. જેમાં તેઓએ 65.75ની એવરેજથી 263 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇરેટ પણ 182 ઉપર રહ્યો છે. શશાંક સિંહના બેટમાંથી અત્યાર સુધીમાં 18 છક્કા જોવા મળ્યાં છે. તેઓ 5 વાર મેચમાં અણનમ રહ્યાં છે.

PIC – Social Media

કોણ છે શશાંક સિંહ? (Who is Shashank Singh?)

જો શશાંક સિંહની વાત કરીએ તો 32 વર્ષના આ યુવા ખેલાડી ઘરેલુ ક્રિકેટમાં છત્તીસગઢની ટીમ માટે રમે છે. શશાંક સિંહનો જન્મ ભિલાઈમાં થયો હતો. વર્ષ 2015માં શશાંકને મુંબઈ માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં રમવાની તક મળી. જો કે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તક ન મળતા શશાંકે છત્તીસગઢની ટીમ માટે રમવાનું નક્કી કર્યુ. આઈપીએલમાં શશાંક સિંહ પહેલા રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનો ભાગ રહી ચૂક્યા છે. પરંતુ તેઓને તે સમય દરમિયાન મેચમાં રમવાની તક નહોતી મળી. શશાંકે આ સિઝનમાં પંજાબની ટીમ તરફથી તક મળતા સૌપ્રથમ પોતાની પ્રતિભાનો પરિચય મુંબઈ સામેની મેચમાં આપ્યો. જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ ઇનિંગ બાદ શશાંક સિંહ હાઇલાઇટમાં આવ્યા હતા અને પંજાબ કિંગ્સ ટીમનો મહત્વનો ભાગ બની ગયા છે.

શશાંક સિંહનું અત્યાર સુધીનું ક્રિકેટ કરિયર

32 વર્ષના ઓલરાઉન્ડર ખેલાડી શશાંક સિંહના અત્યાર સુધીના કરિયરમાં તેઓએ 21 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 31.77ની સરેરાશથી 858 રન બનાવ્યાં છે. જેમાં એક સદી અને 6 અડધી સદીનો પણ સમાવેશ થાય છે. જ્યારે લિસ્ટ-એ માં શશાંકના રેકોર્ડને જોઈએ તો તેમાં તેઓએ 30 મેચોમાં 41.08ની સરેરાશથી 968 રન બનાવ્યા છે. જ્યારે ટી20 ક્રિકેટમાં શશાંકે 64 મેચો રમીને 24.67ના સરેરાશથી 987 રન બનાવ્યાં છે. જ્યારે તેનો સ્ટ્રાઇક રેટ 145.79 રહ્યો છે. તે સિવાય શશાંક એક ઓફ સ્પિનર બોલર પણ છે.