Salary of BCCI officials : સામાન્ય રીતે ક્રિકેટરની સેલેરી કેટલી હોય છે તેને લઈ અવાન નવાર સમાચારો સામે આવતા હોય છે. પરંતુ બીસીસીઆઈ બોર્ડના અધિકારીઓના પગાર વિશે ઘણાં ઓછા લોકો જાણતા હશે.
આ પણ વાંચો – બનાસકાંઠામાં મોટી દુર્ઘટના, ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત
Salary of BCCI officials : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દુનિયાનું સૌથી અમીર ક્રિકેટ બોર્ડ છે. બીસીસીઆઈની લીગ આઈપીએલમાં પણ રૂપિયાનો વરસાદ થાય છે. આઈપીએલના લીધે ખેલાડીઓને પણ વધારાની આવક મેળવવાની તક મળે છે. સામાન્ય રીતે ક્રિકેટરના પગાર વિશે માહિતી સામે આવી રહે છે. પરંતુ બીસીસીઆઈ બોર્ડના અધિકારીઓના પગાર વિશે ઘણાં ઓછા લોકો જાણતા હશે. તો ચાલો આજે અમે આપને ભારતના ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓની સેલેરી વિશે જણાવીએ.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
બીસીસીઆઈમાં જય શાહનું નામ ભારે ચર્ચામાં રહે છે. જય શાહ ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના દીકરા છે. જય શાહ સાથે બોર્ડમાં ઘણાં મહત્વના લોકો કામ કરે છે. જય શાહ બીસીસીઆઈ બોર્ડના સચિવ છે. જ્યારે રોજર બિન્ની બોર્ડના અધ્યક્ષ છે. રાજીવ શુક્લા બીસીસીઆઈના ઉપાધ્યક્ષ છે. જો આઈપીએલની વાત કરીએ તેનું ચેરમેન પદ અરૂણ ધૂમલ પાસે છે.
જીક્યુ પર છપાયેલા અહેવાલ અનુસાર બીસીસીઆઈના અધ્યક્ષ રોજર બિન્નીની વાર્ષિક સેલેરી આશરે 5 કરોડ રૂપિયા છે. અહેવાલ અનુસાર પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની સેલેરી પણ આટલી જ હતી. જ્યારે સચિન અને બીજા અધિકારઓને પણ મોટી રકમ મળે છે. એક અહેવાલ અનુસાર બીસીસીઆઈના અધિકારીઓે માસિક સેલેરી નથી મળતી. પરંતુ તેઓને પ્રતિદિવસના હિસાબે ભથ્થુ મળે છે. અહેવાલ અનુસાર બોર્ડના તમામ સભ્યોને પ્રતિ દિવસના હિસાબે એક મિટિંગના 40 હજાર રૂપિયા મળે છે. આ ભથ્થુ આઈપીએલ ચેરમેનને પણ લાગુ પડે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જય શાહની સેલેરીને લઈ કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી. પરંતુ અહેવાલ અનુસાર તેઓને પણ પ્રતિ દિવસના હિસાબે ભથ્થુ મળે છે. જો તેઓ વિદેશ પ્રવાસે જાય તો તેનુ ભથ્થુ વધે છે. તેની સાથે જ આવવા જવા માટે બિઝનેસ ક્લાસની ટિકિટ પણ મળે છે.