India’s most expensive house : ભારત એક એવો દેશ છે જ્યાં પરંપરા અને આધુનિકતા એક સાથે ચાલે છે. સંસ્કૃતિ અને સમૃદ્ધિની આ ઝલક રિયલ એસ્ટેટમાં પણ જોવા મળે છે. મુકેશ અંબાણીના આઇકોનિક ઘર એન્ટિલિયાથી લઈને શાહરુખ ખાનના આલિશાન મન્નત સુધી આજે અમે આપને જણાવીશુ ભારતમાં અબજપતિઓ અને સેલિબ્રિટિઝના ટોપ 5 મોંઘા ઘર વિશે…
આ પણ વાંચો – ઇલેક્ટ્રિક વાહનો લેતા પહેલા વાંચો આ સમાચાર, 7 લોકોના મોત
મુકેશ અંબાણી – Antilia
દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીનું ઘર Antilia સૌથી મોંઘા ઘરોની યાદીમાં પહેલા નંબરે છે. દક્ષિણ મુંબઈમાં આવેલી આ ઇમારતમાં કુલ 27 માળ છે. આ ઘરનું નામ 15મી સદીના સ્પેનિસ આઇલેન્ડ પરથી રાખવામાં આવ્યું છે. GQ India અનુસાર આ ઇમારતની કિંમત આશરે 1 થી 2 બિલિયન ડોલર વચ્ચે છે અને તે બકિંઘમ પેલેસ બાદ દુનિયાનું સૌથી મોંઘુ ઘરે છે. એન્ટીલિયામાં તમામ મોર્ડન સુવિધાઓ જેમ કે હેલ્થ સ્પા, મલ્ટીપલ સ્વિમિંગ પૂલ, થિએટર, યોગા અને ડાન્સ સ્ટુડિયો, બોલરૂમ, આઇસક્રિમ પાર્લર, 3 હેલિપેડ, હેંગિંગ ગાર્ડન અને પાર્કિંગ સ્પેસ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
શાહરૂખ ખાન – Mannat
બોલીવુડ સ્ટાર શાહરુખ ખાનના ઘર મન્નતનો સૌથી મોંઘા ઘરની યાદીમાં સમાવેશ થાય છે. મુંબઈના બાન્દ્રામાં આવેલા આ ઘરની કિંમત 200 કરોડ રૂપિયાથી વધુ છે. તેની પત્ની ગૌરી ખાને 6 માળાના આ ઘરને પોતાના હાથે શણગાર્યું છે. આ ઘરનું ઇન્ટિરિયર શાનદાર છે. આ ઘરમાં જિમ, લાઇબ્રેરી, સ્વિમિંગ પૂલ, પ્રાઇવેટ સિનેમા અને સુંદર અગાસી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આનંદ પિરામલ – Gulita
પિરામલ ગૃપના ચેરમેન અજય પિરામલે પોતાના દિકરા આનંદ પિરામલને તેના લગ્ન સમયે આ ઘર ભેટમાં આપ્યું હતુ. મુંબઇના ડાઇમંડ શેપવાળી આ પાંચ માળની ઇમારત આર્કિટેક્ચરનુ શાનદાર ઉદાહરણ છે. રીગલ ડિઝાઇનને કારણે તે બાહરથી ખુબ જ સુંદર દેખાય છે. GQ India અનુસાર આ ઘરની કિંમત 450 કરોડ રૂપિયા છે. ડાયમંડ શેપવાળા આ ભવ્ય મકાનમાં લક્ઝરી સુવિધાઓ જેવી કે પ્રાઇવેટ પૂલ, અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, સ્પેસ ડાઇનિંગ એરિયા, એક ડાયમંડ રૂમ અને એક મંદિર પણ છે.
આ પણ વાંચો – 15 એપ્રિલ સુધીમાં એરટેલ, જિયો અને Viની આ સર્વિસ થશે બંધ
કુમાર મંગલમ બિરલા – Jatia House
મુંબઈના પૉશ માલાબાર હિલ સ્થિત Jatia House જાણીતા બિઝનેસમેન કુમાર મંગલમ બિરલાનું ઘર છે. આ બંગલો 30 હજાર સ્ક્વેર ફુટમાં ફેલાયેલો છે અને GQ India અનુસાર, આ ઘરની કિંમત 425 કરોડ રૂપિયા છે. તેમાં શાનદાર ઇન્ટિરિયર છે અને સુંદર સી વ્યુ ધરાવતા આ ઘરમાં 20 બેડરૂમ, એક ઓપન કોર્ડયાર્ડ, ગાર્ડન વગેરે છે.
ગૌતમ સિંઘાનિયા – JK House
મુંબઇના પૉશ બ્રિચ કેન્ડી વિસ્તારમાં આવેલ JK House બિઝનેસ ટાઇકુલ ગૌતમ સિંઘાનિયાનું ઘર છે. ગૌતમ સિંઘાનિયા રેમંડ ગ્રુપના ચેરમેન છે. 30 માળની આ ઇમારતમાં સ્લિક મોર્ડન ડિઝાઇન સાથે અરબ સાગર સુંદર વ્યુ પણ જોવા મળે છે. GQ India અનુસાર, આ ઇમારતની કિંમત આશર 6000 કરોડ રૂપિયા છે. અને તેમાં તમામ આધુનિક સુવિધાઓ છે. તેમાં એક સ્વિમિંગ પૂલ, મીડિયા રૂમ, જીમ, સન ડેક, લાઇબ્રેરી, લોન્ઝ સેક્શન અને પાર્કિંગ સ્પેસ જેવી સુવિધાઓ છે.