દેશના નાણા મંત્રી પાસે નથી ચૂંટણી લડવાના રૂપિયા, જાણો કેટલી છે સંપતિ?

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Nirmala Sitharaman : દેશના નાણા મંત્રી નિર્મલા સિતારમણે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. તેઓએ ચૂંટણી ન લડવા પાછળનું કારણ પોતાની આર્થિક સ્થિતિને જવાબદાર ગણાવી છે. તેઓનું કહેવું છે કે તેની પાસે ચૂંટણી લડવા જેટલા પૈસા નથી.

આ પણ વાંચો – ભારતની સૌથી અમીર મહિલાએ છોડ્યો કોંગ્રેસનો હાથ

PIC – Social Media

Nirmala Sitharaman : કેન્દ્રીય નાણા મંત્રી (Union Finance Minister) નિર્મલા સિતારમણે ચૂંટણી લડવાની અટકળો પર પૂર્ણ વિરામ મુકી દીધુ છે. તેઓ આગામી લોકસભા ચૂંટણી નહિ લડે કેમ કે તેની પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી. એક નેશનલ મીડિયા સાથે વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું કે તેમને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આંધ્ર પ્રદેશન કે તમિલનાડુથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સીતારમણે કહ્યું કે, “પાર્ટીએ મને પૂછ્યુ હતુ… એક અઠવાડિયા કે દસ દિવસ બાદ વિચારીને મે ઈનકાર કરી દીધો. મારા પાસે ચૂંટણી લડવા માટે પૂરતા પૈસા નથી. મને પણ મુશ્કેલી થશે. પછી તે આંધ્ર પ્રદેશ હોય કે તમિલનાડુ. જીતને સુનિશ્ચિત કરવા માટે અલગ અલગ માપદંડોનો પણ પ્રશ્ન છે… શું તમે આ સમુદાયથી છો કે તમે તે ધર્મથી છો? શું તમે અહીંથી છો? મે કહ્યું નહિ. મને નથી લાગતુ કે હું એવું કરી શકીશ.”

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે દેશના નાણા મંત્રી પાસે લોકસભા ચૂંટણી લડવા માટે પૂરતુ ફંડ કેમ નથી, તો તેઓ કહ્યુ, મારો પગાર, મારી કમાણી, મારી બચત મારી છે, ભારતનું સંચિત ભંડોળ નથી…

નિર્મલા સીતારમણ પાસે કેટલી છે સંપતિ?

ભાજપના નેતા નિર્મલા સીતારમણ રાજ્યસભા સાંસદ છે. તેનો કાર્યકાળ જુલાઇ 2016થી શરૂ થયો હતો. નિર્મલા સીતારમણ દ્વારા દાખલ સોગંધનામા અનુસાર તેમની પાસે તેલંગાણામાં 99.36 લાખ રૂપિયાનું મકાન છે. તેલંગાણામાં જ 16 લાખ રૂપિયાથી વધુની બિનખેતીલાયક જમીન છે. મકાન સીતારમણ અને તેના પતિ પરાકાલા પ્રભાકર, બંનેએ સાથે મળીને ખરીદ્યુ હતુ. જ્યારે જમીન પર માલિકી હક માત્ર નિર્મલા સીતારમણનો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

તે સિવાય સીતારમણે જણાવ્યુ કે તેની પાસે 28 હજાર રૂપિયાનુ સ્કુટર છે. 7 લાખ 87 હજાર 500 રૂપિયાના ઘરેણા છે. નાણા મંત્રીએ સોગંધનામામાં જણાવ્યું કે તેમની બેન્કમાં 34,585 રૂપિયા છે. કેશ 20,100 રૂપિયા છે.