Facebook Down : સોશિયલ મીડિયા મેટા કંપની ફેસબુક અને ઇન્સ્ટ્રાગ્રામ સર્વર ડાઉન થઈ જતા દુનિયાભરના યુઝર્સ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
આ પણ વાંચો – સંપતિ મામલે જેફ બેજોસે મસ્કનું પત્તુ કાપ્યું, જાણો અંબાણીનું સ્થાન
મેટાની ઘણી સેવાઓ ડાઉન છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ કામ કરતા નથી. ઘણા લોકોના ફેસબુક એકાઉન્ટ્સ જાતે જ લોગ આઉટ થઈ રહ્યા છે. જ્યારે ઇન્સ્ટાગ્રામના ઘણાં ફિચર્સ કામ કરી રહ્યાં નથી.
Downdetector અનુસાર Metaની સેવાઓ ભારતીય સમય અનુસાર રાતના 9.10થી અસરગ્રસ્ત થઈ છે. મોબાઈલ એપ સહિત વેબ સર્વિસમાં પણ એક્સેસ કરી શકાતુ નથી. ફેસબુક એપ પણ ઠપ્પ થઈ ગઈ છે. લોકોના એકાઉન્ટ એકાએક લોગઆઉટ થઈ જતા યુઝર્સને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. યુઝર્સ પોતાનું એકાઉન્ટ ફરી લોગઈન કરી શકતા નથી.
બીજી બાજુ મેટા અંતર્ગત આવતી એપ્સની સર્વિસ ડાઉન થતા સોશિયલ મીડિયા પર યુઝર્સ અલગ અલગ મિમ્સ શેઅર કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. અહીં જુઓ યુઝર્સે કેવા કેવા મિમ્સ શેઅર કર્યાં છે.