Accident News : ગુજરાતમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ધોળકા-અમદાવાદ હાઇવે પર સર્જાયેલી દુર્ઘટનામાં 5 લોકોના મોત થયાં છે. જ્યારે 2 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
આ પણ વાંચો – Paytm Payments Bankના ચેરમેન વિજય શેખર શર્માનું રાજીનામુ
Accident News : ગુજરાતમાં વધતો જતો ટ્રાફિક નિયમોનો ભંગ અને ગફલતભર્યા ડ્રાઇવિંગના હિસાબે અકસ્માતોમાં વધારો થતો જાય છે. ત્યારે આજે વહેલી સવારે ગુજરાતમાં વધુ એક ભયંકર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ધોળકા અને અમદાવાદ હાઇવે (Dholka-Ahmedabad Highway) પર સર્જાયેલા આ અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. જ્યારે બે લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થઈ જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
મળતી માહિતી અનુસાર, ખેડાથી ધોળકા માર્ગ પર પુલેન સર્કલ નજીક બોલેરો કાર ડમ્પર પાછળ ઘૂસી જતા ભયંકર અકસ્માત (Accident) સર્જાયો હતો. શ્રમિકોથી ભરેલો બોલેરો રાણપુર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં 5 મજૂરોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. દુર્ગટનાને પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતની જાણ થતા પોલીસ અને બચાવકર્મીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. ટ્રાફિકને યથાવત કરી પોલીસે મૃતકો અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા.
તમામ મૃતકો દાહોદના રહેવાસી હોવાનું અને મજૂરી કામ માટે રાણપુર જતા હોવાની માહિતી મળી છે. અકસ્માતમાં મૃતકોની ઓળખ નિતિશ નાનસિંગ ભીલવાડ, દિલીપ નાનસિંગ ભીલવાડ, રાહુલ ખુમસિંગ ભીલવાડ, પ્રમોદ ભરતભાઈ ભીલવાડ, રાજુ માનસિંહ ખાંદરા તરીકે થઈ છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્તોમાં રામચંદ્ર નિતેશભાઈ ભીલવાડ અને મનિષા નિતેશભાઈ ભીલવાડનો સમાવેશ થાય છે. જેઓને અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.