Anand Mahindra : ભારતના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા હંમેશા સોશિયલ મીડિયા દ્વારા લોકોના વિડિયો શેઅર કરતા રહે છે. તાજેતરમાં તેઓએ એક પાણીપુરી વેંચનાર છોકરીનો વિડિયો શેઅર કર્યો છે.
આ પણ વાંચો : બ્રહ્માંડનું આવુ રૂપ તમે ક્યારેય નહિ જોયું હોય, NASAએ શેઅર કરી તસવીર
Anand Mahindra : સંપતિના મામલે ભલે આનંદ મહિન્દ્રા (Anand Mahindra) મુકેશ અંબાણીને ટક્કર ન આપી શકે, પરંતુ જ્યારે વાત પોપ્યુલારિટીની આવે તો આનંદ મહિન્દ્રાને કોઈ ટક્કર આપી શકે તેમ નથી. જી હા જેટલા લોકો મુકેશ અંબાણીને જણાતા હશે એટલા કે એનાથી પણ વધુ લોકો આનંદ મહિન્દ્રાને ઓળખતા હશે. આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા (Social Media) પર ઘણાં એક્ટિવ રહે છે. તે અવાર નવાર લોકોની ક્રિએટિવિટી બતાવતા વિડિયો સોશિયલ મીડિયા પર શેઅર કરી તેનો ઉત્સાહ વધારે છે. સામાન્ય લોકોના પણ વિડિયો તેઓ શેઅર કરે છે. તાજેતરમાં પાણી પુરી (Pani Puri) વેંચતી એક છોકરીનો વિડિયો આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયામાં શેઅર કર્યો છે. જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
પાણી પુરીની લારી માટે કર્યો જુગાડ
ભારતના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા હંમેશા સોશિયલ મીડિયા દ્વારા ઘણાં લોકોના વિડિયો શેઅર કરતા રહેતા હોય છે. તેઓ બીજા દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોથી પ્રેરિત થાય છે ને તેના વિશે લોકોને જણાવે છે. હાલમાં જ તેઓએ એક પાણી પુરી વેચતી છોકરીનો વિડિયો શેઅર કર્યો છે. આનંદ મહિન્દ્રા દ્વારા શેઅર કરવામાં આવેલા વિડિયોમાં જે છોકરી જોવા મળે છે તેનું નામ તાપસી ઉપાધ્યાય છે. તેણે બીટેક કર્યું છે અને પાણી પુરી વેચી રહી છે. પાણીપુરી વેચવાની લારી લઈ જવા માટે તાપસી ઉપાધ્યાય મહિન્દ્રા થારનો (Mahindra Thar) ઉપયોગ કરી રહી છે. તેણે થારની પાછળ લારી બાંધેલી જોવા મળે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આનંદ મહિન્દ્રાએ શેઅર કર્યો વિડિયો
તાપસી ઉપાધ્યાયની સ્ટાઇલને જોઈ આનંદ મહિન્દ્રા પણ ખુબ ઇમ્પ્રેસ થયા. તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેનો વિડિયો શેઅર કરતા કેપ્શન લખ્યું છે. ઓફ રોડ વાહન ક્યા કામ માટે હોય છે. તે લોકોને તે જગ્યાએ જવામાં મદદ કરે છે, જ્યાં તે પહેલા નથી જઈ શક્યા. લોકોને અસંભવને એક્સપ્લોર કરવામાં મદદ કરે છે. અને ખાસ કરીને આમે ઇચ્છીએ છીએ કે અમારી કાર્સ લોકોને આગળ વધવા અને તેના સપના સાકાર કરવામાં મદદ કરે. હવે તમે જાણી ગયા હશો કે તમને આ વિડિયો કેમ ગમ્યો.
આનંદ મહિન્દ્રા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેઅર કરેલા વિડિયોથી લોકો પણ કોમેન્ટ કરી રહ્યાં છે. એક યુઝરે કોમેન્ટ કરી, ‘જીપ કરતાં વધુ, હું સ્વચ્છ પાણીપુરી મોબાઇલ સ્ટેન્ડ અને ગ્લોવ્સનો ઉપયોગ કરવા જેવી સ્વચ્છતા પદ્ધતિઓ જોઈને પ્રભાવિત થયો હતો.’ અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘સરસ સર, બહેને અંતે ખૂબ જ સારી વાત કહી, મહેનત કરો અને કામ કરતા રહો.’