વાઇબ્રન્ટ ગુજરાતમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત, જાણો શું છે પ્લાન

ખબરી ગુજરાત બિઝનેસ
Spread the love

Vibrant Gujarat : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 શરૂ છે. આ સમિટમાં 34 પાર્ટનર કન્ટ્રી તરીકે અને 130 ડેલિગેટ્સ ભાગ લેવા પહોંચ્યાં છે. જેમાં દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મહત્વની જાહેરાત કરી છે…

આ પણ વાંચો : ભારતનો ટોપ 3 અર્થવ્યવસ્થામાં સમાવેશ, આ મારી ગેરન્ટી – PM મોદી

PIC – Social Media

Vibrant Gujarat : ગુજરાતના પાટનગર ગાંધીનગર (Gandhinagar)માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 (Vibrant Gujarat Summit 2024) ચાલી રહ્યું છે. જેમાં રિલાયન્સ (Reliance) ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ (Mukesh Ambani મોટી જાહેરાત કરી છે. અંબાણીએ કહ્યું, કે ગુજરાત ગ્રીન એનર્જી (Green Energy)ક્ષેત્રમાં આગામી 10 વર્ષો સુધી રિલાયન્સ રોકાણ કરતું રહેશે. સાથે તેઓએ ઉમેર્યું કે વર્ષ 2023 સુધી ગુજરાતનો ગ્રીન એનર્જીનો વપરાશનો આશરે અડધોઅડધ ભાગ રિલાયન્સ ઉત્પાદિત કરશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

5 હજાર એકરમાં ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સનું નિર્માણ

ગુજરાત ગ્રીન ડેવલપમેન્ટમાં વૈશ્વિક લિડર બનીને ઉભરે તે માટે રિલાયન્સે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કંપનીએ જામનગરમાં 5 હજાર એકર વિસ્તારમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સનું નિર્માણ શરૂ કરી દીધું છે. મુકેશ અંબાણીએ કહ્યું, કે “તેનાથી મોટી સંખ્યામાં નોકરીનું સર્જન થશે તેમજ ગ્રીન પ્રોડક્ટ અને વસ્તુઓનું ઉત્પાદન શક્ય બનશે જે ભારતને હરિત ઉત્પાદનોનું અગ્રણી નિકાસકાર બનાવી દેશે.”

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

છેલ્લા 10 વર્ષમાં 12 લાખ કરોડનું રોકાણ

ગુજરાતને પોતાની માતૃભૂમિ અને કર્મભૂમિ ગણાવતા મુકેશ અંબાણીએ કહ્યું, કે છેલ્લા 10 વર્ષોમાં રિલાયન્સે દેશમાં આશરે 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમાંથી એક તૃતિયાંશથી વધુનું રોકાણ એકલા ગુજરાત રાજ્યમાં કર્યું છે. તેઓએ કહ્યું કે સાત કરોડ ગુજરાતીઓનું સપનું પૂર્ણ કરવામાં રિલાયન્સ કોઈ કસર બાકી નહિ રાખે.