અત્યાર સુધીના મુખ્ય સમાચાર

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 136 દેશોની કંપનીઓ ભાગ લઈ રહી છે.
ગુજરાત વાઈબ્રન્ટ સમિટ-2024 આજથી શરૂ થઈ રહી છે. આ સમિટમાં 136 દેશોની કંપનીઓ ભાગ લઈ રહી છે. મહાત્મા મંદિરમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન મોદી સહિત 4 દેશોના રાષ્ટ્રપતિઓ હાજર રહેશે. વિવિધ દેશોની 200 કંપનીઓના CEO અને લગભગ 75 વૈશ્વિક કંપનીઓના CEO પણ હાજર રહેશે. વાઈબ્રન્ટ સમિટમાં UAE, અમેરિકા, જાપાન, સિંગાપોર, ફ્રાન્સ, જર્મની સહિતના અનેક દેશોના CEO હાજર રહ્યા છે.

વાઇબ્રન્ટ ગુજરાત 2024: ઉદ્યોગ અગ્રણીઓ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન સત્રમાં UAEના રાષ્ટ્રપતિ, તિમોર લેસ્ટે, ચેક રિપબ્લિક અને મોઝામ્બિકના વડાઓ હાજરી આપશે. આ ઉપરાંત ગૌતમ અદાણી, મુકેશ અંબાણી સહિત અન્ય 10 ટોચના ઉદ્યોગપતિઓ હાજર રહેશે. 18 ભાગીદાર દેશો અને 32 દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે

અમરેલીના ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠા.
હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં હવામાનની પેટર્ન બદલાઈ છે. ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. ધારીગીરના ગીગાસણ, મીઠાપુર દલખાણીયા, કોટરા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે.