જકોટ જિલ્લાના કલેક્ટર પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ સામુહીક આરોગ્ય લોધિકા ખાતે દીવ્યાંગ કેમ્પ યોજાયો હતો.

Lodhika: લોધિકામાં દિવ્યાંગ લાભાર્થીઓ માટે યોજાયો કેમ્પ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Lodhika: રાજકોટ જિલ્લાના કલેક્ટર પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ સામુહીક આરોગ્ય લોધિકા ખાતે દીવ્યાંગ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લોધિકા તાલુકાના કુલ 177 લાભાર્થીઓનું રજિસ્ટેશન થયું હતું. જેમાં અસ્થિ વિષયક (Locomotor Disability) ખામી વાળા 94 લાભાર્થીઓ, સાંભળવાની ખામી વાળા 33 (Hearing Impaired) લાભાર્થીઓને,આંખની ખામી વાળા 31 (Visually Impaired), સાઇક્યાટ્રીક 13 લાભાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ધોરાજીમાં 10 જાન્યુઆરીએ યોજાશે સેવાસેતુ કાર્યક્રમ

તેમાંથી 70 લાભાર્થીઓના યુ.ડી.આઇ.ડી. કાર્ડ આપવામાં આવેલ, 107 લાભાર્થીઓને ALIMCO એસેસમેન્ટ કરેલ, 19 લાભાર્થીઓના સ્થળ પર જ આરોગ્યની ટીમ દ્વારા PMJAY કાર્ડ કાઢેલ, 19 લાભાર્થીઓના ABHA કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

03 લાભાર્થીઓના ઉંમરના દાખલા કાઢેલ, તેમજ અધાર કાર્ડ અને આવકના દાખલા જેવી અન્ય સરકારશ્રીની સેવાઓનો લાભ આપવામાં આવેલ હતો. દીવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ પૈકી દીવ્યાંગતાની કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ટ્રાયસિકલ,

વ્હિલચેર, સ્માર્ટ ફોન, ફોલ્ડીંગ સ્ટીક સહીતની વિગેરે સહાયક ઉપકરણ સી.એસ.આર. (CSR) હેઠળ જનરલ ઇંસ્યોરંસ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાની પહેલ હેઠળ એલીમ્કો (ALIMCO APC) દ્ર્રારા સહાય મંજુર કરેલ જેમને ઉપર મુજબના ઉપકરણ આપવામાં આવશે. આ કેમ્પમાં દરેક દિવ્યાંગ લાભાર્થીઓને સ્થળ પર જ મેડીકલ ટીમ દ્વારા એસેસ્મેટ કરવામાં આવ્યું હતું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ કાર્યક્રમમાં પદાધીકારી જિલ્લા પંચાયત મુકેશભાઇ તોગડીયા અને મોહનભાઇ દાફડા, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્યો, અગ્રણીઓ, લોધિકા ગામના સરપંચ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.