વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આ સિવાય તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાત કરશે
પીએમ મોદી ગુજરાત પહોંચ્યા અને ટ્વિટ કર્યું
ગુજરાત પહોંચ્યા બાદ પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે તેઓ અમદાવાદ પહોંચી ગયા છે અને બે દિવસ સુધી તેઓ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અને સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે. અને આ સમિટમાં વિશ્વના નેતાઓ હાજર રહેવાના છે. ત્યારે આ કલાક તેમના માટે ખૂબ આનંદદાયક છે.
ગાંધીનગરમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટને હવે ગણતરીના કલાકો જ બાકી છે. PM મોદી વાઈબ્રન્ટ સમિટ માટે ત્રણ દિવસ માટે ગુજરાત આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીએ 3 દેશોના વડાઓ સાથે મુલાકાત કરશે અને સાંજે UAEના વડા સાથે મુલાકાત કર્યા બાદ MOU પર હસ્તાક્ષર કરશે. મહાત્મા મંદિર, ગ્લોબલ ટ્રેડ શો અને રોડ શોમાં ઉપસ્થિત રહેશે. આ સિવાય પીએમ 5 બહુરાષ્ટ્રીય કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
9:10 કલાકે પીએમ PM રાજભવનથી મહાત્મા મંદીર જવા રવાના થશે
9:20 કલાકે મહાત્મા મંદિર ખાતે પહોંચશે PM મોદી
9:20થી 9:30 કલાક દરમિયાન અધિકારીઓ સાથે બ્રિફિંગ
9:30થી 10 કલાક સુધી PM મોદી ટીમોર લેસ્ટે ના પ્રેસિડેન્ટ સાથે બેઠક કરશે
10:10થી 11:45 કલાક દરમિયાન 5 ગ્લોબલ કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે PM મોદી
11:45થી 12:15 કલાકનો સમય અનામત રાખવામાં આવ્યો છે
12:15થી 12:25 અધિકારીઓ સાથે બ્રિફિંગ
12:25થી 1 કલાક દરમિયાન PM મોદી મોઝાંબિકના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરશે
1થી 1:10 કલાકનો સમય અનામત રાખવામાં આવ્યો છે
1:15 કલાકે PM મોદી મહાત્મા મંદિરથી રવાના થશે
1:25 કલાકે રાજભવન પહોંચશે PM મોદી
1:30થી 2:45 કલાકનો સમય રાજભવનમાં અનામત રાખવામાં આવ્યો છે
2:45 કલાકે PM મોદી રજભવનથી રવાના થશે
2:55 કલાકે PM મોદી પહોંચશે હેલિપેડ એક્ઝીબિશન સેન્ટર
3થી4 કલાક દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉધઘટન કરશે અને મુલાકાત લેશે PM મોદી
4:05 કલાકે PM મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાંથી રવાના થશે
4:10 PM મોદી મહાત્મા મંદિરે પહોંચશે
4:10થી 4:45 કલાકનો સમય મહાત્મા મંદિરમાં અનામત રાખવામાં આવ્યો છે
4:50 કલાકે મહાત્મા મંદિરથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે PM મોદી
5:20 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે PM મોદી
5:30થી 5:40 UAEના વડાને આવકારશે
5:45 કલાકે અમદાવાદ એરપોર્ટથી PM મોદી અને UAEના વડા રોડ શો સ્વરૂપે રવાના થશે
6:10 કલાકે PM મોદી UAEના વડા સાથે હોટલ લીલા પહોંચશે
6:15થી 8:30 દરમિયાન UAEના વડા સાથે બેઠક, MOU અને ભોજન કરશે PM મોદી
8:30 કલાકે PM મોદી રાજભવન જવા રવાના થશે
8:45 કલાકે રાજભવન પહોંચી રાત્રિ રોકાણ કરશે PM મોદી