Heart Attack News : ગુજરાતમાં હાર્ટ એટેકના વધતા કેસ ચિંતાનો વિષય બની ગયો છે. નાની વયે હાર્ટ એકેટના કારણે થતા મોત મામલે સતત વધરો થઈ રહ્યો છે ત્યારે આજે સુરતમાં એક જ દિવસમાં 5 લોકોના હાર્ટ ફેઇલ થવાની ઘટના સામે આવી છે.
આ પણ વાંચો : પેન વેંચીને કર્યો અભ્યાસ, આજે છે કરોડો રૂપિયાની કંપનીના માલિક
ગુજરાતમાં હાર્ટ એટેકના વધતા કેસ ચિંતાનો વિષય બની ગયો છે. નાની વયે હાર્ટ એકેટના કારણે થતા મોત મામલે સતત વધરો થઈ રહ્યો છે ત્યારે આજે સુરતમાં એક જ દિવસમાં 5 લોકોના હાર્ટ ફેઇલ થવાની ઘટના સામે આવી છે. સુરતમાં પાંડેસરા, હજીરા અને પૂણા વિસ્તારમાં પાંચ લોકોને હાર્ટ એટેક આવતા અચનાક ઢળી પડ્યાં હતા. આ તમામની ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચેની હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ આ મામેલ ચિંતિત જોવા મળી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સુરતમાં પાંડેસરા વિસ્તારમાં રહેતા બ્રિજરાજ સિંહ પોતાની પુત્રી સાથે મસ્તી કરી રહ્યાં હતા તે દરમિયાન અચાનક ઢળી પડ્યાં હતા. પાંડસરામાં રહેતા જીતુભાઈ પ્રજાપતિ ગભરામણના કારણે ઢળી પડ્યાં હતા. બીજી બાજુ હજીરામાં રહેતા સરોજ દાસ એકાએક બેભાન થઈ જતા તેઓનો હોસ્પિટલ ખસેડાયા હતા. હજીરાના સંતોષ કૌષિકને રાત્રે નિંદરમાં જ હાર્ટ એટેક આવતા તે સવારે ઊઠ્યા નહોતા. જ્યારે પર્વત પાટિયા નજીક રહેતા નીતિન દાસ એકાએક બેભાન થઈ ગયા હતા. આ તમામનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે.
હાર્ટ એટેક એટલે શું?
આપને જણાવી દઈએ કે હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ બંનેથી હાર્ટને ગંભીર અસર થાય છે. હાર્ટ એટેક એટલે કે હ્દયના હુમલાના કારણે હાર્ટમાં બ્લ્ડની સપ્લાઈ અટકી જાય છે, તો વળી હાર્ટ જ્યારે બ્લડ પંપ કરવાનું બંધ કરી દે છે, તો તેવી સ્થિતિને કાર્ડિયક અરેસ્ટ કહેવાય છે. હાર્ટ એટેક એટલે હ્દયનો હુમલો ત્યારે આવે છે, જ્યારે આર્ટિરીઝમાં બ્લડ ફ્લો અટકાઈ જાય છે અથવા ખતમ થઈ જાય છે અને ઓક્સિજનની કમીથી હાર્ટનો તે ભાગ મરી જાય છે.
કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો
કાર્ડિયાક અરેસ્ટના લક્ષણોની વાત કરીએ તો તેના મુખ્ય લક્ષણમાં વ્યક્તિ બેભાન થઈ જાય છે. કેટલીવાર કાર્ડિયાક અરેસ્ટ પહેલા અસમાન્ય હાર્ટ બીટ, માથ ફરવું કે ચક્કર આવવા, છાતીમાં દુખાવો, શ્વાસ લેવાની તકલીફ, ગભરામણ થવી અને ઉલ્ટી આવે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
નોંધનીય છે કે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પણ હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને લઈ ચિંતા વ્યક્ત કરી છે. તબીબોના મતે જેને જીવલેણ કોરોના થયો હોય અને તેમાં બચી ગયા હોય તેઓએ બે વર્ષ સુધી મહેનત ભર્યું કામ કે વ્યાયમ ન કરવો જોઈએ. જેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે.