કોંગ્રેસની વિકેટ ખડી, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલનું રાજીનામું

ખબરી ગુજરાત ગુજરાત રાજકારણ
Spread the love

Congress MLA Resignation : લોકસભા 2024ની ચૂંટણી પહેલા ભાજપની વિરોધી પાર્ટીઓમાંથી એક પછી એક વિકેટો પડી રહી છે. આપના (AAP) ધારાસભ્યએ રાજીનામું આપ્યાં બાદ હવે કોંગ્રેસ (Congress)ના ધારાસભ્યએ રાજીનામું ધરી દેતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો : Rajkot: રાજકોટમાં થશે ફોટોગ્રાફી સેશન અને રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી

મળતી માહિતી અનુસાર ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસ (Congress)ના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ધરી દીધું છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યએ (Congress MLA) રાજીનામું આપતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પક્ષ સાથે સેડો ફાડી નાખ્યો છે. આ ઉપરાંત અન્ય ધારાસભ્યોની પણ કોંગ્રેસમાંથી વિકેટ પડવાના એંધાણ સેવાઈ રહ્યાં છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

નોંધનીય છે, લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને AAPને મોટા ઝટકા લાગી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી સુધીમાં એક કરતાં વધુ ધારાસભ્યો રાજીનામાં આપી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવના રાજકીય ક્ષેત્રે વ્યક્ત કરવામાં આવી રહી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દેતા આપના ધારાસભ્યોની સંખ્યા 5માંથી 4 થઈ ગઈ હતી. જો કે આજે કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. જેથી હવે વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 180ની થઈ ગઈ છે. ખાલી પડેલી વિધાનસભાની પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે થઈ શકે છે.