તેલંગાણામાં અનેક જનસભાઓને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે આંધ્રપ્રદેશના તિરુપતિ પહોંચ્યા હતા.

તિરુપતિ પહોંચ્યા PM Modi, આવતીકાલે શ્રી વેંકટેશ્વર મંદિરમાં કરશે દર્શન

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

PM Modi in Tirupati: તેલંગાણામાં અનેક જનસભાઓને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રવિવારે સાંજે આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના તિરુપતિ (Tirupati) પહોંચ્યા હતા. અહીં તેમનું રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર (Governor S. Abdul Nazeer) અને મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડી (CM YS Jagan Mohan Reddy) એ સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની તિરુપતિ મુલાકાત દરમિયાન સોમવારે સવારે તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટેપ કરો

મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદી સાંજે 7.40 કલાકે તિરુપતિ નજીક રેનીગુંટા એરપોર્ટ પર ઉતર્યા હતા. અહીં, આંધ્ર પ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડીએ વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો: ‘ભારત માતા’ જેવો પોશાક પહેરેલી છોકરીએ લહેરાવ્યો ત્રિરંગો; પીએમ મોદીએ આ રીતે આપ્યો જવાબ

તેમની મુલાકાતના સંદર્ભમાં જારી કરાયેલા નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પીએમ તિરુમાલામાં રાત વિતાવશે. આ પછી, સોમવારે સવારે તે મંદિરમાં પૂજા કરશે અને પછી ત્યાંથી તેલંગાણા માટે રવાના થશે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.