મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત તથા ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ –2023 અનુસંધાને કચ્છ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા લોકોના સ્વાસ્થ્ય માટે જરૂરી એવા મિલેટસ (તૃણ ધાન્ય વર્ગના પાકો)ના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે તે માટે પ્રચાર-પ્રસાર માટે અબડાસા તાલુકાના કોઠારા ખાતે તાલુકા કક્ષાના કૃષિ મેળાની ઉજવણી કરવામાં આવી હતી.

Bhuj: કોઠારા ખાતે તાલુકા કક્ષાના કૃષિમહોત્સવની ઉજવણી કરવામાં આવી

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Dinesh Rathod, Gujarat, Khabri media

Bhuj: મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત તથા ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ –2023 અનુસંધાને કચ્છ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા લોકોના સ્વાસ્થ્ય માટે જરૂરી એવા મિલેટસ (તૃણ ધાન્ય વર્ગના પાકો)ના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે તે માટે પ્રચાર-પ્રસાર માટે અબડાસા તાલુકાના કોઠારા ખાતે તાલુકા કક્ષાના કૃષિ મેળાની ઉજવણી કરવામાં આવી હતી.

750 થી વધુ ખેડૂતો તથા ગ્રામીણો જોડાયા

આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય, સરપંચ તથા અન્ય પદાધિકારીઓ તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી, મદદનીશ ખેતી નિયામક તથા વિસ્તરણ અધિકારી અને ગ્રામસેવકો હાજર રહ્યા હતા. તેમજ વિવિધ ગામોમાંથી 750 જેટલા ખેડૂતો તથા ગ્રામીણ અગ્રણીઓએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં ખેતીવાડી, બાગાયત, જમીન ચકાસણી પ્રયોગ શાળા ભુજ, ICDS, ખેડૂત તાલીમ કેન્દ્ર /આત્મા કચેરી ભુજ, GSFC, GATL જેવા સરકારી વિભાગો સાથે પ્રાઇવેટ કંપનીઓના સ્ટોલ પ્રદર્શન અર્થે ગોઠવવામાં આવ્યા હતા. સહ સંશોધન વૈજ્ઞાનીક ડી.જી.પટેલ દ્વારા મિલેટની ખેતી અંતર્ગત માહિતી તેમજ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલી નવી ટેકનોલોજી તથા નવી જાતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ભુજમાં PC&PNDT Act- 1994 અંતર્ગત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ

ખેડૂત અગ્રણી વાડીલાલભાઈ પોકાર દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . વિવિધ કૃષિ પ્રદર્શન અંતર્ગત આંગણવાડી બહેનો દ્વારા વિવિધ મિલેટ આધારિત વાનગીઓનું પ્રદર્શન રજૂ કરાયું હતું તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓને પૂર્વમંજૂરી હુકમ તેમજ પેમેન્ટ ઓર્ડરનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.