World Cup 2023: ભારત-પાકિસ્તાન મેચ…નમો સ્ટેડિયમનો વિલન ઝડપાયો

ખબરી ગુજરાત
Spread the love

World Cup 2023: India Pakistan Match- દેશમાં વર્લ્ડકપનો ફિવર છવાઇ ગયો છે. અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ટેન્શન ઉભું થયું હતુ. જોકે, ગુજરાત પોલીસે ધમકી આપનારને ગણતરીના કલાકોમાં જ પકડી પાડીને ટેન્શનને દૂર કરી દીધો છે. જણાવી દઇએ કે, ધમકી મળતાની સાથે જ અમદાવાદ પોલીસ કમિશ્નરે પ્રેસ કોન્ફ્રન્સ કરીને સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થાની માહિતી આપી હતી.

pic-social media

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માત્ર મજા લેવા માટે જ વીડિયો બ્લોગરે સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ વીડિયો બ્લોગર હાલ રાજકોટમાં રહે છે. તે મૂળ મધ્ય પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં રહેતા કરણ મોવીને ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનિય છે કે, ખાલિસ્તાનીઓ સહિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

તે પછી તમામ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી હતી. આ ધમકી ભર્યો ઈમેલ મળતાની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં લાગી હતી. ત્યારે બુધવારની વહેલી સવારે ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરણ મોવી નામના શખ્સની રાજકોટથી ધરપકડ કરી છે. પ્રાથમિક વિગતો અનુસાર, માત્ર મજાક-મસ્તી કરવા માટે કરણ મોવીએ ધમકીભર્યો ઈમેલ કર્યો હતો.

આગામી 14 ઓગટોમ્બરે ભારત-પાકિસ્તાનની હાઇડ્રામા મેચ જવા થઈ રહી છે. આ મેચને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નરે માહિતી આપતા જણાવ્યું છે કે, અમદાવાદમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરી છે. તે ઉપરાંત અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ કમિશ્નરે આપીલી માહિતી અનુસાર, સાત હજારથી વધારે પોલીસ કર્મચારીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા માટે સ્ટેન્ડબાય રહેશે.

ઉલ્લેખનિય છે કે, આ મેચને લઈને ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પોલીસના આલા અધિકારીઓ બેઠક કરીને સુરક્ષાને સુનિશ્ચિત કરવાની સમીક્ષા કરી હતી. તો આ બાબતે હર્ષ સંઘવીએ કહ્યું છે કે, આ મેચ જોવા માટે રાજ્ય અને દેશ-વિદેશથી મોટી સંખ્યામાં દર્શકો આવશે. જેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મેદાનની આસપાસ ચુસ્તસુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જણાવી દઇએ કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી હોવા છતાં ભારત-પાકિસ્તાનની મેચની ટીકીટોની ડિમાન્ટમાં કોઇ જ ઘટાડો થયો નહતો. ક્રિકેટ રસિયાઓ ટીકીટ મેળવવા માટે ધમ-પછાડા કરી રહ્યાં છે. તો બીજી તરફ ટીકીટનું કાળા બજારી થઇ રહ્યાંના પણ મીડિયા રિપોર્ટ સામે આવી રહ્યાં છે. તો હવે ધમકી આપનારને પોલીસ પકડી પાડતા અને અમદાવાદ પોલીસ કમિશ્નરે સુરક્ષાને સુનિશ્ચિત કરી હોવાની માહિતી સામે આવતા ક્રિકેટ રસિયાઓ કોઈ જ ટેન્શન વગર ભારત-પાકિસ્તાનની મેચનો આનંદ માણી શકશે.

READ: khabrimedia, Latest News Gujarat-Top News Gujarat- Big news of Gujarat-Gujarati News-Updated News today-