56ના અરબાજે કર્યા બીજા લગ્ન, 15 વર્ષ નાની શુરા સાથે કર્યા નિકાહ

ખબરી ગુજરાત મનોરંજન
Spread the love

Arbaaz Khan Wedding : 56 વર્ષના અરબાજ ખાને બીજી વાર ધામ ધૂમથી નિકાહ કર્યા છે. જેમાં સલમાન ખાન, સલમા ખાન, સલિમ ખાન, સોહિલ ખાન, નિર્વાન ખાન, અરહાન ખાન, સંજય કપૂર, મહીપ કપૂર, ફરાહ ખાન, સાજિદ ખાન, ટીવી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિત સહિત અનેક સ્લેબ્સે હાજરી આપી હતી.

આ પણ વાંચો : હાર્ટ એટેકથી હાહાકાર, સુરતમાં એક જ દિવસમાં 5 લોકો હાર્ટ ફેઇલ

Arbaaz Khan Wedding : ખાન પરિવારમાં ઉત્સવનો માહોલ છે. કેમ કે આખરે 56 વર્ષના અરબાજ ખાને બીજીવાર લગ્ન કર્યાં છે. એક્ટરે પોતાની મેકઅપ આર્ટિસ્ટ 41 વર્ષિય શુરા ખાન સાથે નિકાહ કરી લીધા છે. અરબાજને 21 વર્ષનો દિકરો છે. જેથી શૂરા હવે તેની બીજી માં બની ગઈ છે. અરબાજ અને શુરાના નિકાહની જવાબદારી બહેન અર્પિતા ખાને લીધી હતી. તેઓએ પોતાના ઘરમાં આ વેડિંગ સરેમનીનું આયોજન કર્યું હતુ.

ખાન પરિવારમાં જશ્નનો માહોલ

અરબાજ ખાન અને શુરાના નિકાહ ભારે ધુમ ધામ સાથે કરવામાં આવ્યાં. જેમાં સલમાન ખાન, સલમા ખાન, સલિમ ખાન, સોહેલ ખાન, નિર્વાન ખાન, અરહાન ખાન, સંજય કપૂર, મહિપ કપૂર, ફરાહ ખાન, સાજિદ ખાન, ટીવી એક્ટ્રેસ, રિદ્ધિમાં પંડિત સહિત ઘણાં સેલેબ્રિટીએ હાજરી આપી હતી. નિકાહ બાદ સિંગર હર્ષદીપ કૌરે પરફોર્મ કર્યું હતુ. ખાન પરિવારની સાથે સાથે મહેમાનોએ પણ આ પાર્ટીમાં ખૂબ મજા કરી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જણાવી દઈએ કે અરબાજ ખાન અને શુરાના નિકાહના સમાચાર 2-3 દિવસ પહેલા જ વાયરલ થયા હતા. જો કે ઘણાં સમય બાદ અરબાજે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સને હિંટ આપી હતી કે તેઓ કોઈ સાથે રિલેશનશિપમાં છે. પરંતું તેણે ક્યારેય તેનું નામ કે ચહેરો રિવિલ કર્યો નહોતો.

મલાઇકા સાથે અરબાજના તલાક

અરબાજ ખાન, શુરા પહેલા મલાઇકા અરોરાના પતિ હતા. બંનેએ 1998માં લગ્ન કર્યાં હતા. લગ્નના 4 વર્ષ બાદ બંને એક દિકરાના પેરેન્ટ બન્યા હતા. જેનું નામ અરહાન ખાન રાખવામાં આવ્યું હતુ. ત્યાર બાદ વર્ષ 2017માં મલાઇકા અને અરબાજ એકબીજાથી અલગ થઈ ગયા. બેનેએ તલાક આપી દીધા હતા. ત્યાર બાદથી બંને વચ્ચે મિત્રતાનો સંબંધ હંમેશા રહ્યો. તેની સાથે જ બંનેએ મળીને અરહાનના ઉછેરની જવાબદારી લીધી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મલાઇકા અરોરા હાલ એક્ટર અર્જુન કપૂર સાથે ડેટ કરી રહી છે. વર્ષ 2019થી બંને સાથે છે. અવારનવાર તેઓને મુંબઈમાં લંચ કે ડિનર પર સાથે સ્પોટ થતા રહે છે. તે સિવાય બંને લગ્ન બંધનમાં બંધાય તેવા સમાચાર પણ સામે આવતા રહે છે. જ્યારે અરબાજની લવ લાઇફ વિશે વાત કરીએ તો મલાઇકા બાદ એક્ટર જોર્જિયા એન્ડ્રિયાની સાથે કેટલાક વર્ષ ડેટ કરી હતી. પણ 2020-21માં બંનેના એક બીજાથી અલગ થઈ ગાય હતા. અરબાજ ત્યારથી શુરા સાથે છે. હવે બંનેએ નિકાહ કરી હંમેશ માટે એક બીજાના બની ચૂક્યા છે.