IT Raids : કોંગ્રેસ (Congress) સાંસદ ધીરજ સાહુ (Dheeraj Sahu) સાથે સંબંધિત વેપારી જુથ વિરુદ્ધ આઈટી વિભાગના દરોડામાં અત્યાસ સુધીમાં 351 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યાં છે અને આ નોટોની ગણતરી હજુ પણ ચાલુ છે. ગણતરીમાં આઈટી વિભાગ અને વિવિધ બેન્કોના મળીને 80 લોકોની 9 ટીમો જોડાયેલી હતી. જે 24×7 શિફ્ટમાં કામ કરી રહી હતી.
આ પણ વાંચો : ITના દરોડા, એટલા રૂપિયા મળ્યાં કે… મશીનો હારી ગઈ
કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુ (Dheeraj Sahu) સાથે જોડાયેલા વેપારી જુથો વિરુદ્ધ ઈન્કમટેક્સ વિભાગની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 351 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યાં છે અને નોટોની ગણતરી ચાલુ છે. કોંગ્રેસ સાંસદના પરિવારના માલિકીની ઓડિશા સ્થિત ડિસ્ટિલરી કંપની વિરુદ્ધ આયકર વિભાગની તપાસમાં મોટી સંખ્યામાં કેશ જપ્ત કરવામાં આવી છે. જેની 5 દિવસથી થઈ રહેલી ગણતરીમાં 351 કરોડ રૂપિયાનો આંકડો સામે આવ્યો છે. જે અત્યાર સુધીમાં સૌથી વધુ જપ્ત કરાયેલી રકમ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આયકર વિભાગની શોધખોળ દરમિયાન ઝારખંડથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુ ((Dheeraj Prasad Sahu)ના રાંચી અને અન્ય સ્થળોની પણ તપાસ કરવામાં આવી હતી. બૌધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ, તેના પ્રમોટરો અને અન્ય વિરુદ્ધ દરોડા પાંચમાં દિવસે રવિવારે પણ યથાવત રહ્યાં હતા. કર ચોરી અને “ઓફ ધ બુક” ટ્રાન્જેક્શનના આરોપમાં કર અધિકારીઓ દ્વારા 6 ડિસેમ્બરે તપાસ હાથ ધરવામાં આવી હતી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
નોટોની ગણતરીમાં ઈન્કમટેક્સ વિભાગ અને બેન્કોના મળી 80 લોકોની 9 ટીમો સામેલ હતી. જે 24×7 શિફ્ટમાં કામ કરી રહી હતી. સુરક્ષાકર્મીઓ ડ્રાયવરો અને અન્ય કર્મચારીઓ સહિત 200 અધિકારીઓની વધુ એક ટીમ ત્યારે જોડાઇ કે જ્યારે અધિકારીઓને કેટલાક અન્ય ઠેકાણેથી કેશથી ભરેલા 10 કબાટ મળી આવ્યાં.
સૂત્રોના જણાવ્યાં અનુસાર કેશને ઓડિશાની અલગ અલગ બેન્કની શાખાઓમાં જમાં કરવા માટે આશરે 200 બેગ અને ટ્રંકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આઈટી વિભાગ અનુસાર આ રૂપિયા વેપારી જુથો, વિતરકો અને અન્ય લોકો દ્વારા દેશી દારુનુ કેસમાં વેચાણ કરી ભેગા કરવામાં આવ્યાં છે.