Dindori Accident : ડિંડોરીના બરઝર ઘાટ પર એક બેકાબૂ પિકઅપ વાન પલટી જતા 14 લોકોના મોત થયા છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને શહપુરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા છે.
આ પણ વાંચો – Leap Day : જાણો, ફેબ્રુઆરી મહિનામાં 1 દિવસ ઉમેરવાનું કારણ શું?
Dindori Accident : મધ્ય પ્રદેશમાં એક ભીષણ માર્ગ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યાં છે. ડિંડોરીમાં સર્જાયેલી દુર્ઘટનામાં 14 લોકોના મોત થાય છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. ડિંડોરીના બરઝર ઘાટ પર એક પિકઅપ વાન પલટી જતા દુર્ઘટના સર્જાઇ હતી. ડિંડોરીની કલેક્ટરે દુર્ઘટનામાં 14 લોકોના મોત અને 20 લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરી છે. ઘાયલોની સારવાર શહપુરા સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર ખાતે ચાલી રહી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ભગવાનને પ્રાર્થના કરી છે કે તેઓ દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે. મોહન યાદવે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીની સૂચના પર કેબિનેટ મંત્રી સંપતિયા ઉઇકે ડિંડોરી પહોંચી રહ્યા છે.