108 ઈમરજન્સી સેવા એ પ્રમાણિકતા અને માનવતાની મહેક પ્રસરાવી

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

મનિષ કંસારાભરૂચ

108 ઈમરજન્સી સેવા એ પ્રમાણિકતા અને માનવતાની મહેક પ્રસરાવી @મનિષ કંસારાભરૂચ: તારીખ ૧ ફેબ્રુઆરી ૨૦૨૪ નાં રોજ આશરે બપોરનાં ત્રણ વાગ્યાનાં સુમારે ગડખોલ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ને ગડખોલ વેલકમનગર પાસેનો રોડ અકસ્માતનો કેસ કોલ મળ્યો હતો જેમાં બાઈક સ્લીપ થઇ ઞઇ હતી. જેમાં ઈએમટી પાયલ મહેતા તેમજ પાયલોટ પરેશ વસાવા એમ્બ્યુલન્સ લઈને તરત જ ઘટના સ્થળે રવાના થયા હતા. ઘટના સ્થળે પહોંચી જરૂરી સારવાર આપી પેશન્ટ ને હોસ્પિટલમાં લઈ જવા રવાના થયા હતા. તે દરમિયાન પેશન્ટ પાસેથી એક મોબાઇલ, બાઈકની ચાવી, સોનાની કાનની બુટ્ટી, કપલ રીંગ તેમજ આશરે ૬૦૦ રૂપિયા રોકડા એમ મળી આશરે ૫૦,૦૦૦ રૂપિયા નો મુદ્દામાલ હોસ્પિટલ ખાતે તેમના મિત્રને સુપ્રત કરવામાં આવેલ. આમ, ભરૂચ જિલ્લાની ગડખોલ 108 એમ્બ્યુલન્સ નાં ઈએમટી તથા પાયલોટ દ્વારા પ્રમાણિકતા અને માનવતાની મહેક પ્રસરાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.