હથિયાર તપાસણી અભિયાનમાં માંડવી તાલુકાના 106 લાયસન્સ ધારકોને હથિયાર સાથે કચેરીએ હાજર રહેવા નોટિસ પાઠવવામાં આવી હતી.

Kutch: મુંદરા પ્રાંત કચેરી ખાતે હથિયાર તપાસણી અભિયાનનું આયોજન કરાયું

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Kutch News: કચ્છ જિલ્લાના કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન અને સૂચના હેઠળ તમામ પાક રક્ષણ હથિયાર લાયસન્સનું મૂલ્યાંકન કરવા માટે માંડવી તાલુકાના સબ ડિવિઝન મેજીસ્ટ્રેટ એ. એસ. હાશ્મી દ્વારા તાજેતરમાં મુંદરા પ્રાંત કચેરી ખાતે હથિયાર તપાસણી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: સાસણમાં સીદી સમાજના લોકોને જનકલ્યાણકારી યોજનાઓના લાભોનુ વિતરણ કરાયું

હથિયાર તપાસણી અભિયાનમાં માંડવી તાલુકાના 106 લાયસન્સ ધારકોને હથિયાર સાથે કચેરીએ હાજર રહેવા નોટિસ પાઠવવામાં આવી હતી. આ તમામ લાયસન્સ ધારકોમાંથી 45જેટલા લાયસન્સ ધારકો હથિયાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.

જેમના લાયસન્સ તથા હથિયારોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 03 લાયસન્સ ધારકના હથિયાર જર્જરિત હાલતમાં હોવાથી હથિયાર બદલવા માટે જરૂરી સૂચનો પાઠવવામાં આવ્યા હતા. તપાસણી દરમિયાન રેકર્ડની સરખામણી કરતા 6 જેટલા લાયસન્સ ધારકો મૃત્યુ પામેલા હોવાનું સામે આવ્યું હોવાથી તેઓના લાયસન્સ રદ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

હાજર રહેલા લાયસન્સ ધારકોમાંથી 43 જેટલા લાયસન્સ ધારકોને સરકારના નિયમ મુજબ રૂ. 500નું ચલણ ભરી લાયસન્સમાં હથિયાર નંબરની ઓનલાઈન નોંધણી કરાવવા સૂચના આપવામાં આવી હતી. હથિયાર તપાસણીમાં મુંદરા પ્રાંત કચેરીનો સ્ટાફ તથા માંડવી તાલુકાના ચાર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ હથિયાર બાબતનું રેકર્ડ લઇને હાજર રહ્યા હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ તપાસણી અભિયાનથી હથિયાર બાબતના સરકારના રેકર્ડમાં વધુ ચોક્કસાઈ અને પારદર્શિતા આવશે અને તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં સહાય રૂપ થશે.

સમયાંતરે યોજાતા તપાસણી અભિયાનોથી પાક રક્ષણ હથિયારોના દૂરુપયોગની શક્યતાઓ ઘટાડી શકાય છે તેવું માંડવી સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટની અખબારી યાદીમાં જણાવાયું હતું.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.