Jagdish, Khabri Media Gujarat
Uttarakhand Tunnel Accident : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવારે ભયંકર દુર્ઘટના ઘટી હતી. બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઇવે પર સિલક્યારાથી ડંડાલગાંવ વચ્ચે નિર્માણાધિન સુરંગનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો, જેમાં કામ કરી રહેલા આશરે 40 જેટલા શ્રમિકો અંદર ફસાઈ ગયા છે. સુરંગ દુર્ઘટનાને 24 કલાકથી વધુ સમય પસાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં 60 મીટર સુધી માટી દૂર કરવામાં આવી છે. હજુ પણ 30થી 35 મીટર માટી હટાવવાની બાકી છે.
આ પણ વાંચો : Uttarakhand : સુરંગ ધરાશાયી થતા 20 થી 25 મજૂરો ફસાયાની આશંકા
સિલક્યારા સુરંગમાં ફસાયેલા મજુરોને બહાર કાઢવાની કામગીરી જોરશોરથી શરૂ છે. પોલીસ અધિક્ષક અર્પણા યદુવંશીએ જણાવ્યું કે, એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસકર્મીઓ બચાવકાર્યમાં જોડાયેલા છે.
આ પણ વાંચો : આધાર કાર્ડની છેતરપિંડીથી બચવું છે? અત્યારે જ કરી લો આ કામ
માટી હટાવવા માટે હેવી એક્સકેવેટર મશીનોને કામે લગાડવામાં આવી છે. વોટી-ટોકી દ્વારા ટનલમાં ફસાયેલા મજૂરોનો સંપર્ક પણ સાધવામાં આવ્યો છે. હાલ તો તમામ મજૂરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ટનલમાં પાણી માટે લગાવવામાં આવેલી પાઈપ લાઈનનો ઉપયોગ કરી ઓક્સિજનની જરૂરિયાત પૂરી પાડવામાં આવી રહી છે. આ જ પાઇપ દ્વારા રાત્રે કમ્પ્રેશન દ્વારા દબાણ આપી ટનલમાં ફસાયેલા મજૂરોને ચણાના પેકેટ મોકલવામાં આવ્યાં હતા.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
ટનલમાં બિહારના 4, ઉત્તરાખંડના 2, બંગાળના 3, યુપીના 8, ઓડિસાના 5, ઝારખંડના 15, અસમના 2 અને હિમાચલ પ્રદેશના એક મજૂરનો સમાવેશ થાય છે. સિલક્યારા કન્ટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે, કે વોટ-ટોકી દ્વારા ટનલમાં ફસાયેલા લોકોનો સંપર્ક શરૂ છે અને અંદર તમામ સુરક્ષિત છે. ફસાયેલા લોકો દ્વારા ખોરાકની માંગ કરવામાં આવી છે, જેને પાઈપ દ્વારા અંદર મોકલવામાં આવ્યો છે. ફસાયેલા લોકો આશરે 60 મીટર દૂર છે. આ સત્તાવાર જાણકારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચો : World Cup 2023: અજય ભારતે બનાવ્યાં આ શાનદાર રેકોર્ડ
ઉલ્લેખનીય છે, કે આ સુરંગ ચારધામ ઓલ વેધર રોડ પરિયોજનાનો ભાગ છે. આશરે 160 બચાવકર્મીઓ ડ્રિલિંગના સાધનો દ્વારા અંદર ફસાયેલા લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. બચાવના ભાગરૂપે વર્ટિકલ ડ્રિલિંગ મશીન જેવા અન્ય કેટલાક ઉપકરણો પણ સાઇટ પર મદદ માટે પહોંચ્યા છે.