વાપી રેલવે સ્ટેશન પર જીઆરપી જવાન બન્યો દેવદુત, જુઓ CCTV

Vapi : વાપી રેલવે સ્ટેશન (Vapi Railway Station) પર મોટી દુર્ઘટના ટળી હતી. અહીં જીઆરપી જવાનની સતર્કતાને કારણે વૃદ્ધનો જીવ બચ્યો હતો. ગુજરાત પોલીસે (Gujarat Police) સોશિયલ મીડિયા (Social Media)માં એક સીસીટીવી વિડિયો (CCTV Video) શેઅર કર્યો છે. વિડિયોમાં એક વૃદ્ધ રેવલે ટ્રેક ઓળંગવાના પ્રયાસમાં ટ્રેક પર જ ફસાય જાય છે. તે દરમિયાન જ પ્લેટફોર્મ પર ટ્રેન આવી જાય છે. જો કે રેલવે પોલીસ ઝડપથી ટ્રેક પર પહોંચી વૃદ્ધનો જીવ બચાવી લે છે.

आगे पढ़ें